________________
&દક પરિવ્રાજક : પાંચ ભવની લેણદેણી
૧૭૩ “એ મારા ઓળખીતા કોણ છે ભગવાન ?' ગૌતમે નમ્રતાથી પૂછ્યું.
“ આજે તું હમણાં જ કાત્યાયન સ્કંદ્રક પરિવ્રાજકને મળીશ. એ તારા પૂર્વપરિચિત છે અને પિતાની શંકાઓનું સમાધાન મેળવવા માટે અહીં આવી રહ્યા છે.”
ગૌતમે ઉત્સુકતાથી પૂછ્યું: “હે ભગવન ! શું એ આપના શિષ્ય બનશે.”
ભગવાનઃ “હા ગૌતમ! એ અમારા સંઘમાં ભિક્ષુ બનશે.” ગૌતમ ખૂબ રાજી થયા.
ગૌતમસ્વામી અને સ્કંદક પરિવ્રાજક પાંચ-પાંચ જન્મથી એક-બીજાથી પરિચિત હતા. અને ભગવાને ગૌતમને સંબોધીને એ જ વાત કહી હેવી જોઈએ, એમ લાગે છે.*
એ પાંચ પૂર્વભવની કથાઓ આ પ્રમાણે છે–
મંગલ શેઠ અને સુધર્મા શ્રાવક જબૂદ્વીપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર, એના પુષ્કલાવતી વિજયમાં બ્રહ્માવત નામે દેશ. એની રાજધાનીનું નામ બ્રહ્મપુત્ર નગર. ત્યાં બ્રહ્મ નામે રાજા રાજ્ય કરે. એની રાણીનું નામ બ્રાહ્મી. એમના પુત્રનું નામ બ્રહ્મદત્ત.
એ નગરમાં એક શ્રેષ્ઠી રહે. એમનું નામ મંગલ. મંગલ શેઠ ખૂબ પ્રામાણિક. એમને વેપાર અને વ્યવહાર બંને વખણાતા. બુદ્ધિશાળી, ન્યાયપ્રિય અને સત્યના પક્ષપાતી પણ એવા કે સૌ કઈ એમની સલાહ લેવા આવે—પાંચમાં પૂછયા ઠેકાણું. રાજા અને પ્રજા બંને એમને માન આપે. એમના ધર્મને રંગ પણ પાકે. બારે વ્રતનું અને ધર્મક્રિયાઓનું જીવની જેમ જતન કરે. આદર્શ શ્રાવક જ જોઈ લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org