________________
સ્જદક પરિવ્રાજક : પાંચ ભવની લેણદેણી
૭૫ તૃષાની વેદના પળે પળે વધતી જતી હતી, અને શ્રેષ્ઠીની સહનશક્તિ ઘટતી જતી હતી. પિતાની વેદનામાં શેઠને પોતાના કુટુંબ તરફ તિરસ્કાર આવ્યું કે આ લેકે કેવા ક્રૂર છે કે મને પાણી પિવરાવતા નથી! નદી, સરોવર અને સાગરનાં માછલાં કેવાં ભાગ્યશાળી છે કે સતત શીતળ અને મધુર પાણી પીધા કરે છે અને પાણીમાં જ હમેશાં રમ્યા કરે છે ! આ પ્રમાણે શેઠને જીવ પાણીમાં જ પરોવાઈ ગયે અને છેલ્લી ક્ષણે પાણી. પાણી કરતાં મરણ પામીને એ વિપાશાંતર નદીમાં માછલાને અવતાર પામ્યા.
આ મંગળ શ્રેષ્ઠીને જીવ તે ભવિષ્યના ગૌતમસ્વામી અને સુધર્મા શ્રાવક તે ભવિષ્યના સ્કંદક પરિવ્રાજક.
મસ્ય અને સુધર્મા મસ્ય તે નદીના જળમાં હરે ફરે છે, મજા કરે છે અને નાનાં નાનાં માછલાંને આહાર કરીને ખૂબ તાજમા થાય છે. ન કેઈ દુઃખ, ન કશી ચિંતા, મન ભરીને ફરવાનું અને પેટ ભરીને જમવાનું! કેવું સુખ!
એક વખત નદીમાં ફરતાં ફરતાં એણે એક વિચિત્ર આકારનું માછલું જોયું જાણે કેઈ આત્મસાધક મુનિની કાયાને જ આકાર! આ આકાર જેઈને મત્સ તે વિચારમાં પડી ગયે. એને વારે વારે એમ જ થયા કરતું કે આવી સુંદર, શાંત અને આહૂલાદકારી આકૃતિ મેં કયારેક કયાંક જોઈ છે. અને આ વિચારમાં ને વિચારમાં એ એના આનંદ-વિહાર અને ખાન-પાન. પણ વીસરી ગયે—જાણે પૂર્વના કેઈક સંસ્કાર એના અંતરને વલોવી રહ્યા હતા.
અને.......અને..અને, દહીંને વાવતાં માખણ નીકળે એમ, આવી બધી વિચારણા કરતાં કરતા, એનું અંતર ખૂલી ગયું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org