________________
સ્જદક પરિવ્રાજક : પાંચ ભવની લેણાદેણી
ઉત્તર ભારતને કેસલ દેશ ધર્મસંસ્કારની ભૂમિ લેખાતે. એની રાજધાની હતી શ્રાવસ્તી નગરી. એ નગરીની પાસે એક મઠમાં એક પરિવ્રાજક રહે. સ્કંદક એનું નામ, કાત્યાયન એનું ત્ર અને પરિવ્રાજક ગર્દભાલ એના ગુરુ.
કંદ, વેદ-વેદાંગ અને બધી વિદ્યાઓના પંડિત હતા. એમણે ત્રિદંડી પરિવ્રાજકને ધર્મ સ્વીકાર્યો હતે. એ પિતાની પરંપરા પ્રમાણે ધર્મોપકરણે–વસ્ત્ર, પાત્ર, દંડ વગેરે–રાખતા અને ગેરુવાં વસ્ત્રો ધારણ કરતા. એ સત્યના શોધક અને તાવની જિજ્ઞાસુ હતા. એમનું જીવન પવિત્ર હતું.
ભગવાન મહાવીરના સંઘના પિંગલક નામે એક નિગ્રંથમુનિ એ વખતે શ્રાવતી નગરીમાં રહેતા હતા. એ પણ કાત્યાયન ગૌત્રના હતા.
એક દિવસ નિગળ પિંગલક સ્કંદક પરિવ્રાજક પાસે જઈ પહોંચ્યા અને એમના જ્ઞાનીપણાની પરીક્ષા કરવા એમણે એમને પાંચ પ્રશ્ન પૂછળ્યાઃ “હે માગધ! લેક, જીવ, મેક્ષ (સિદ્ધિ), મેલે જનાર જીવ (સિદ્ધ)-આ બધાં અંતવાળા છે કે અંત વગરના ? અને જીવનું મરણ કેવી રીતે થાય તે એને સંસાર વધે અથવા ઘટે ?”
મુનિ પિંગલકના પ્રશ્નો સાંભળી કંદક વિચારમાં પડી ગયા. એમણે એ પ્રશ્નોના જવાબ શોધવા માટે મનમાં ઘણી ઘણી મથામણ કરી, પણ કઈ જવાબ મળે નહીં. છેવટે એમનું મન શંકા, કાંક્ષા અને અવિશ્વાસથી ભરાઈ ગયું અને એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org