________________
૭૦
ગુરુ ગૌતમસ્વામી મેઘની સામે નીરખી રહે એમ, એ અનિમિષ નયને ભગવાનને એકીટશે નીરખી રહી છે, એનું જેમ જેમ વિકસવાર થઈ ગયું છે, અને એના પ્રશાંત મુખ ઉપરથી અપાર વાત્સલ્યનું અમી નીતરી રહ્યું છે.
અંતરની લાગણીઓ એના મુખ ઉપર અંક્તિ થઈ છે.
એ નારી સ્થિર નયને પ્રભુને નીરખવામાં તન્મય બની ગઈ છે અને ગુરુ ગૌતમ એ નારીને નીરખવામાં એકાગ્ર બની ગયા છે. અને તેઓ એક અદ્ભુત દૃશ્ય જોઈ સ્તબ્ધ બની જાય છે ? એ વૃદ્ધ નારીને કંચુક અંતરના હર્ષોલ્લાસથી પહેળે થઈ ગયે, એના ઉરપ્રદેશમાંથી દૂધની ધાર છૂટવા લાગી અને એનાં નેત્રે આનંદનાં આંસુ વહાવી રહ્યાં !
ગૌતમસ્વામીએ સરળ ભાવે ભગવાનને પૂછ્યું: “ભગવાન ! આ બ્રાહ્મણનારી દેવાનંદા આજે આ રોમાંચ અનુભવી રહી છે અને એના ઉરપ્રદેશમાંથી દૂધની ધારા વહેવા લાગી છે, તેનું કારણ શું ?
ત્રિકાળજ્ઞાની ભગવાને સમાધાન આપતાં કહ્યું : “ગૌતમ! આ દેવાનંદા તે મારી માતા–જનેતા છે; હું એને પુત્ર છું ! આ સત્યને એ ભલે ન જાણતી હોય, પણ અંતરના વાત્સલ્યતંતુઓ એકબીજાને, અજાણી રીતે, જાણી લે છે.'
ગુરુ ગૌતમના પ્રશ્નથી તે દિવસે જગતને ભગવાનના જીવનનું એક અજ્ઞાત અને નવું સત્ય જાણવા મળ્યું.'
ગુરુ ગૌતમસ્વામી ભગવાનની સત્યપ્રિય વાણીને વંદી રહ્યા.
પછી તે વિપ્રવર રાષભદત્ત અને દેવાનંદા, જાણે સુપુત્રના શાસનમાં ભળી જતાં હોય એમ, ઘરસંસાર ત્યાગ કરીને, ભગવાનના ભિક્ષુક સંઘમાં ભળી ગયાં!
ગુરુ ગૌતમે જોયું કે, ભગવાનનાં આ બડભાગી માતાપિતા અને એ ધર્મપરાયણ બ્રાહ્મણ પતિ-પત્ની, આત્મસાધના કરીને કાળક્રમે મેક્ષનાં અધિકારી બની ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org