________________
૭૨
ગુરુ, ગૌતમસ્વામી બુદ્ધિ જડ થઈ ગઈ. એમણે પિંગલકના પ્રશ્નોને કશે જવાબ ન આપે.
એ અરસામાં શ્રમણ ભગવાન મહાવીર, પોતાના સંઘ સાથે, કૃદંગલા નગરીના છત્ર૫લાસ નામે ચૈત્યમાં પધાર્યા. આ નગરી શ્રાવસ્તીની પાસે જ હતી. શ્રાવસ્તીના લેકે મોટી સંખ્યામાં ભગવાનનાં દર્શન કરવા અને એમની ધર્મવાણી સાંભળવા ટોળે વળીને ત્યાં જવા લાગ્યાં.
પિંગલકના પ્રશ્નોએ સ્કદકના અંતરમાં શંકા-આશંકાઓ તે જન્માવી જ હતી; અને સત્યના શેધક એ પરિવ્રાજક એનું સમાધાન મેળવવા પણ ઝંખતા હતા. પિતાથી એક નિગ્રંથ ભિક્ષુના સવાલના જવાબ આપી ન શકાયા એની બેચેની પણ એમને સતાવી રહી હતી. એવામાં કૃદંગલા નગરીના છત્રપલાશ ચૈત્યમાં સર્વજ્ઞ ભગવાન મહાવીર પધાર્યાની વાત એમણે લેકે પાસેથી સાંભળી અને એમનું ચિત્ત એક પ્રકારની નિરાંત અનુભવી રહ્યું. એમને થયું કે નિગ્રંથ પિંગલકના જે પ્રશ્નો મારા મનને પરેશાન કરી રહ્યા છે, એના ખુલાસા મેળવવાને આ કે ઉત્તમ સુગ મળે! અને, જરાય સમય વિતાવ્યા વગર, ભદ્રયરિણામી પરિવ્રાજક ગેરુવાં વસ્ત્રો પહેરીને, અને પિતાનાં વસ્ત્રો, પાત્રો અને ઉપકરણે લઈને, ભગવાન મહાવીર પાસે પહોંચવા રવાના થયા. એમના અંતરમાં અત્યારે એક જ ઝંખના હતી કે ક્યારે મહાવીર પાસે પહોંચું અને ક્યારે આ પ્રશ્નોના ખુલાસા મેળવી સત્યનાં દર્શન કરું.
ત્રિકાળજ્ઞાની ભગવાન પિતાના જ્ઞાનના પટ ઉપર કંદક પરિવ્રાજકની મનભાવના અને એમની પોતાની પાસે પહોંચવાની પ્રવૃત્તિ સ્પષ્ટરૂપે અંક્તિ થયેલી નીરખી રહ્યા. એ વખતે ભગવાને ગૌતમને કહ્યું : “હે ગૌતમ, આજે તું તારા એક પૂર્વના ઓળખીતાને જઈશ–મળીશ.”૨ .
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org