________________
સત્યને જય
અને પગની ગતિની સાથે ઇન્દ્રભૂતિના મનની ગતિ પણ જાણે વધી ગઈ હતી. જેને વિચારોને તેઓ દૂર રાખવા માગતા હતા, એ મહાવીર અને એમના સર્વજ્ઞપણાના વિચારે જ જાણે એમના. મનને કબજે લઈ બેઠા હતા ! એમને થયું, આ વળી ન સર્વજ્ઞ કેણ ઊભે છે ? હું કયાં કઈ પણ માનવીથી જ્ઞાનમાં છે ઊતરુ એ છું ! ઈન્દ્રભૂતિની ઉત્સુક્તા–ઉત્તેજના પળે પળે વધતી જતી હતી. આ
અને એ ઉત્સુકતાના અંતની મંગલ ઘડી પણ આવી પહોંચી ઃ તેઓ ત્રિકાલજ્ઞાની ભગવાન મહાવીરની સમીપ પહોંચી ગયા. જોયું તે સમતાના અવતાર મહાગી મહાવીર સામે જ બિરાજ્યા છે. એમની મેર શાંતિનું સામ્રાજ્ય પથરાઈ રહ્યું છે. વાતાવરણમાં અહિંસા, કરુણું અને વિશ્વાત્સલ્યની ભાવના લહેરાઈ રહી છે. ભગવાનના અતિશયે જોઈને ઈંદ્રભૂતિ પળવાર અહોભાવ અનુભવી રહ્યા ઃ કેવું પ્રશાંત રૂપ, કે આત્મવૈભવ અને કેવું દિવ્ય તેજ !
પણ તરત જ ઇંદ્રભૂતિ સાવધાન થઈ ગયા. એમને પિતાની જાત ઉપર જ સહેજ હસવું આવી ગયું આવી ઇંદ્રજાળ જેવી માયાજાળથી હું અંજાઈ ગયો ! અને વળી પાછા એક હરીફના. રૂપમાં તેઓ મહાવીરની સામે ખડા થઈ ગયા !
ઉત્સુકતાની છેલ્લી પળ ભારે ભારબેજવાળી હતી. આજે જિંદગીને આ છેલ્લે દાવ છેઃ કાં જીત, કાં હાર ! પણ અરે, ઈંદ્રભૂતિ હારે એ બને જ નહીં! હારે એ બીજા !
પણ મહાવીર પોતે તે ન કોઈના હરીફ છે, ન કોઈને પોતાના હરીફ માને છે અને બીજાને પરાભવ કરીને કોઈને દૂભવવો એ તે એમના ધર્મસિદ્ધાંતની વિરુદ્ધ છે. જ્યાં કીડીથી કુંજર સુધીના વિશ્વભરના નાના-મોટા બધા ય જીવોને પોતાના મિત્ર માનવામાં આવતા હોય, ત્યાં કેણુ પિતાને અને કેણુ પરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org