________________
મહાલબ્ધિનું વરદાન
આટઆટલી લબ્ધિઓના ભંડાર હેવા છતાં વાહવાહની કામના કે મોટાપણાનું ગુમાન એમને લેભાવી શક્યાં ન હતાં.
અને જ્ઞાનના મહેરામણ હોવા છતાં એને ગર્વ–અહંકાર એમણે ક્યારેય અનુભવ્યું ન હતું.
સારા-ખાટા બધા પ્રસંગેએ, જળકમળની જેમ, અલિપ્ત અને સ્વસ્થ રહેવાની એમની શક્તિ હતી. આવી આવી તે કંઈક મહાલબ્ધિઓનું ગૌતમસ્વામીને વરદાન મળ્યું હતું. એ મહાલબ્ધિએનું મૂલ્ય અમૂલ્ય હતું.
યેગસાધનાની ભીતરમાં સતત વહેતી એકમાત્ર આત્મદર્શનની ઉટ તાલાવેલીનું જ આ સુપરિણામ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org