________________
મિ વાગવાણ
વેદના -એના અંતરને ૨૫શી ગઈ– જાણે કોઈ અજા સ્નેહરંતુ બે જીના હૃદયને એકસૂત્રે બાંધી રહ્યો હતે.
હવે તે સિંહનો તરફડાટ જોઈ પણ ન શકાય એટલે અસહ્ય બની ગયો. ભલા સારથિનું અંતર જાગી ઊઠયુ. સિંહની વેદનાને પામી ગયે હોય એમ એ સિંહની પાસે બેસી ગયે; અને, જાણે એના વેદનાભર્યા અંતર ઉપર અમીછાંટણું કરતે હેય એમ, લાગણીપૂર્વક કહેવા લાગ્યેઃ “હે વનના રાજવી !
કેઈક કાળા માથાના પામર માનવીને હાથે મારું આવું કમેત થયું, અને મારું જીવતર, બળ અને પરાક્રમ–અધું ધૂળમાં મળી ગયું, કંઈક આ વિચાર તમારા ચિત્તને સતાવી રહ્યો છે અને તમારા જીવને ગતે થતાં રોકી રહ્યો છે, ખરું ને? પણ વનરાજ ! તમે જાણે કે તમારે વધ કરનાર પણ કઈ સામાન્ય માનવી નથી. તમે સિંહ છે તે એ પુરુષસિંહ છે; પુરુષમાં સિંહ સમાન પરાક્રમી વીર નર છે. તમારું મૃત્યુ એવા સિંહપુરુષના હાથે થયું છે. સરખેસરખાના હાથે મૃત્યુ એ શેક કરવા જેવી ઘટના ન ગણાય. માટે તમારા ચિત્તને શાંત કરે અને આ ઘાયલ શરીરને ત્યાગ કરી પરલેકના માર્ગે પ્રયાણ કરે!” અને પછી એ દયાળુ સારથિએ એ મરતા સિંહને પ્રભુનું નામ પણ સંભળાવ્યું.
સારથિની અમૃત વાણીનું પાન કરીને સિંહ સદાને માટે શાંત બની ગયે.
આ કરુણપરાયણ સારથિ તે પેલા મુનિ કપિલને જ જીવ; ભવિષ્યમાં એ જ ઈંદ્રભૂતિ ગૌતમ બનવાના હતા.
અને પરાક્રમી ત્રિપૃષ્ઠ એ જ કાળાંતરે તીર્થકર મહાવીર તરીકે અવતરવાના હતા.
સમુદ્રનાં મોજાં જુદાં જુદાં લાકડાંઓને ભેગાં કરે છે અને જુદાં કરે છે, એ જ રીતે જુદા જુદા ને ભિન્ન ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org