________________
૧૧
સાધના
જન્મજન્માંતરના આવા વેગને પરિપાક થયે અને તીર્થકર ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમ અભિન્ન બની ગયા.
ઇન્દ્રભૂતિને માટે તે આ નવી દુનિયામાં જ પ્રવેશ હતો.
એ દુનિયા હતી તપની, ત્યાગની, વૈરાગ્યની, સંયમની અને અદીનભાવે, ખુમારી સાથે, કષ્ટ સહન કરવાની. અને એ બધાંને હેતુ હતે આત્મસાધના, આત્મસાક્ષાત્કાર, પૂર્ણ આત્મશુદ્ધિ, સંપૂર્ણ બંધનમુક્તિ. મુમુક્ષુને એકમાત્ર અભિલાષ અને પુરુષાર્થ મોક્ષ માટે જ હોય. ગૌતમસ્વામી સાચા મુમુક્ષુ હતા.
આ સાધનાની પૂર્વભૂમિકા તે ગણધર ગૌતમને સહજ રૂપે સિદ્ધ થયેલી હતી. શીલ અને પ્રજ્ઞાના સંસ્કારોનાં ઉત્તમ બીજેની ભેટ તે એમને જન્મ સાથે જ મળી હતી. અને એ બીજેને સદ્દવિચાર, સવાણું અને સદ્વર્તનની સમરૂપતાનાં ખાતર-પાણી સીંચીને ઉછેરવાને ઉલ્લાસ પણ એમના રોમ-રોમમાં ધબકત હતે. એમના જીવન પટને તાણાવાણે સાદાઈ અને સંયમથી વણાયેલું હતું અને વૈભાવવિલાસની વાસના કે કામના તો એમને સ્પર્શ પણ ન શકતી.
ભગવાન મહાવીરનું ધર્મતીર્થ પામીને એમનો એ ઉલ્લાસ અનેકગણું વધી ગયે. અને આળસ કે પ્રમાદમાં અથવા નકામી– નિરર્થક વાતે અને પ્રવૃત્તિઓમાં એક ક્ષણને પણ દુરુપયોગ ન થઈ જાય એ માટે તેઓ સતત સાવધાન રહેતા.
મોક્ષમાર્ગના પુણ્યયાત્રિકના ભાગને તેઓએ પિતાને માર્ગ બનાવ્યું હતું. અને એ ધર્મયાત્રામાં આગળ વધવા તેઓ સતત ગતિશીલ રહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org