________________
લબ્ધિતણું ભંડાર
પ૭ કવિવર લાવણ્યસમયજીએ ગુરુ ગૌતમસ્વામીને મહિમા કેવા સુગમ, સુંદર શબ્દોમાં વર્ણવ્યું છે ! એ કવિવાણીનું થોડુંક આચમન કરીએ–
વીર જિનેશ્વર કેરે શિષ્ય, ગૌતમ નામ જપે નિશદિશ; જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિકસે નવે નિધાન. ગૌતમ નામે ગિરિવર ચડે, મન વાંછિત હેલા સંપજે; ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. જે વૈરી વિરૂઆ રંકડા, તસ નામે ના ટૂકડા; ભૂત પ્રેત નવી મડે પ્રાણુ, તે ગૌતમનાં કરું વખાણું. ગૌતમ નામે નિર્મળ કાચ, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર
આ રીતે તે અનેક કવિઓએ આ લબ્ધિના ભંડાર મહાપુરુષના ગુણગાન ગાઈ પિતાની સરસ્વતીને ધન્ય કરી છે.
અને–
પચીસ-પચીસ વર્ષ જેટલા લાંબા કાળના ઘસારા પણ અનંત લબ્ધિઓના એ સ્વામીના મહિમાને ઘસારે પહોંચાડી શક્યા નથી. એ છે એ ગીપુરુષની લેકકલ્યાણની ઉત્કટ ભાવના અને પ્રવૃત્તિને પ્રતાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org