________________
૪૨
ગુરુ ગૌતમસ્વામી
મહાર નીકળે એટલી વાર પણ ન થેાજ્યે; એ તે સામે ચાલીને સિદ્ધની ગુઢ્ઢા સુધી પહોંચી ગયા, અને સિહુને પડકાર આપી રહ્યો. એના પડકાર સાંભળીને વિકરાળ સિંહ વધુ વિકરાળ રૂપ ધારણા કરીને ત્રાડ પાડતા એની સામે દોડી આવ્યેા.
દૂર દૂર સિંહને સતાવવા અને ખીજવવા લેાકેા ભેગા મળીને કોલાહલ કરી રહ્યા હતા. ગર્જના કરતા સિહુને સામે ધસી આવતા જોઈ ને લેાકેા થંભી ગયા. એમના કેલાહલ શાંત થઈ ગયા. એમને થયું, આવા જોરાવર વનના રાજા આગળ આવા સુકુમાર રાજકુમારનું શું ગજું? ખાપડા હમણાં જ કાળના કેાળિયા બની જવાના !
A
વાતાવરણ ચિંતાઘેરું બની ગયું.
પણ કુમાર ત્રિપૃષ્ઠ તેા શક્તિ, નિયતા અને પરાક્રમને અવતાર હતા. સિંહ સાથે ન્યાયનું યુદ્ધ લડીને એને મારી નાખવા ત્રિપૃષ્ઠ રથમાંથી નીચે ઊતરી ગયા અને પેાતાનાં શસ્ત્રઅàાના ત્યાગ કરીને સિંહને ફ્રી પડકાર આપી રહ્યો.
વનરાજે આખા વનને ધ્રુજાવી મૂકે એવી ગર્જંના કરી અને મેહુ ફાડીને ત્રિપૃષ્ઠ ઉપર ફાળ ભરી. સૌને થયું, હમણાં જ રાજકુમારનાં સાથે સેા વર્ષ પૂરા થઈ જવાનાં !
પશુ ત્રિપૃષ્ઠ કુમાર તે સિંહુના સામને કરવા માટે તૈયાર જ ખડા હતા. એણે સિહુનાં એ જડમાં જ પેાતાની મહુએથી પકડી લીધાં અને જોર કરીને, જૂના વસ્ત્રની જેમ, સિંહની કદાવર કાયાને ચીરી નાખી !
સિંહની કાયા તે ચિરાઈ ગઈ હતી, છતાં એમાંથી એને આત્મા છૂટો થતા ન હતા—જાણે અંતરની કોઈ ઊંડી વેદ્યના એના જીવને જક્ડી રાખી રહી હતી.
રાજકુમાર ત્રિપૃષ્ઠની સાથે એનેા સારથિ હતા. એ ભલેભેાળા માનવી હતા. એનુ અંતર કરુણામય હતું. મરતા સિહુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org