________________
ગુરુ ગૌતમસ્વામી કે કેણ પોતાને રાગી અને કોણ પિતાને દ્વેષી? અથવા કેને પરાજય આપો અને કેને વિજય અપાવવો? ગુણને સ્વીકાર અને અવગુણને જાકારે એ જ ધર્મને માર્ગ. અને ગુણ-અવગુણને માપવાનો એકમાત્ર ગજ તે સત્ય. સત્યનો પ્રદીપ જે માર્ગને અજવાળે એ જ ધર્મમાર્ગ. અને સત્યને જય એ જ સાચે જ્ય, એ જ ધર્મને જય. એટલે ઈંદ્રભૂતિ ગૌતમની બેચેની કે અધીરાઈ મહાવીરને જરાય શી ન શકી. પણ વિશ્વના મનેભાવ જાણનાર ભગવાન ઇંદ્રભૂતિના મનેભાવ પામી ગયા હતા અને ધર્મતીર્થની સ્થાપના કરીને, એ તીર્થને આવા સમર્થ, પવિત્ર અને સત્યનિષ્ઠ પંડિતેને લાભ મળે, એટલા માટે તે ભગવાન જાભિક ગામથી રાતોરાત વિહાર કરીને અપાપા નગરીમાં પધાર્યા હતા. ભવિતવ્યતા પણ સાનુકૂળ હતી.
હવે તે ઇન્દ્રભૂતિ આવીને સામસામ જ ખડા હતા.
ભગવાને વાત્સલ્યનીતરતી વાણીમાં ઇન્દ્રભૂતિ ગૌતમને ભાવથી આવકાર આપતાં કહ્યું, “ઈદ્રભૂતિ ગૌતમ! પધારે! તમારું સ્વાગત છે!”
એ વાણુમાં ન જય-પરાજયની ભાવનાને ટંકાર હતું કે ન તે પ્રતિસ્પધીના પડકારની કઠેરતા હતી. એમાં તે શિરછત્ર સમાં વડીલની વત્સલતાનું અમૃતપાન કરાવતી સરળતા, મધુરતા અને બાજુતા ઊભરાતી હતી. શબ્દો તે બહુ જ ઓછા હતા, પણ સામાને પિતાને બનાવી દે એવી કામણગારી ધર્મમમતા એમાંથી વરસતી હતી.
ક્ષણવાર ઇન્દ્રભૂતિ એ વાણીને પ્રભાવ અનુભવી રહ્યા. ભગવાનના મુખે ઉચ્ચારાયેલું પિતાનું નામ સાંભળીને પળવાર તે એમને વિસ્મય થયું ઃ આમણે તે મને મારા નામથી બેલાવીને આવકાર આપે ! ત્યારે શું, સાચે જ એ બધી વાતના જાણનાર– સર્વજ્ઞ હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org