________________
સત્યનો જય
૩૫
ત્રીજું વાક્ય તે આત્મતત્ત્વના અસ્તિત્વની જ સાક્ષી પૂરે છે. આવાં તે અનેક શાસ્ત્રવાક્યો અમર આત્મતત્વને પુરવાર કરી શકે એમ છે.”
ગૌતમના મનને મોર નાચી ઊઠયો.
ભગવાને વાત પૂરી કરતાં કહ્યું: “પંડિત ઇન્દ્રભૂતિ ! આ રીતે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણે પ્રમાણુથી શાશ્વત આત્મતત્વની સિદ્ધિ થઈ શકે છે. વળી, માનવીને સ્વાનુભવ અને એનું પોતાની જાતનું અવલોકન તે આ બાબતમાં વધારે પ્રતીતિકર પુરાવારૂપ બની રહે છે. માટે અમર આત્મતત્વના અસ્તિત્વ વિષેનો તમારે સંદેહ દૂર કરે અને એ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવા ઉદ્યત થાઓ !”
ગૌતમે કૃતજ્ઞતાને ભાવ દર્શાવતાં કહ્યું : “ભગવાન, આપનું કહેવું યથાર્થ છે. આપ સાચા જ્ઞાની, મહાજ્ઞાની, સર્વજ્ઞ છે. આપની કૃપાથી મારે સંદેહ દૂર થયે. આપની વાણુને અભિનંદુ છું, અભિવંદુ છું.”
આમાં ન કેઈને જય હતા, ન કેઈને પરાજય. આ બધો પ્રભાવ હતે ભગવાન મહાવીરની અનાગ્રહવૃત્તિ અને સત્યના એક એક અંશને શેાધવા અને સ્વીકારવાની અનેકાન્તપદ્ધતિ અને નયવાદથી પરિપૂત થયેલ દષ્ટિ અને પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમની ગુણગ્રાહક, સત્યચાહક, સરળ વિદ્વત્તાને.
આમાં અગર કેઈને જય થયું હતું તે તે કેવળ સત્યને જ જય થયે હતે; અને સર્વજ્ઞ ભગવાન મહાવીર અને પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમને મન એને જ મહિમા હતે. કારણ કે ધર્મશાસ્ત્ર કહે છે કે–ચં માવં પ
–સત્ય એ જ પરમેશ્વર છે. અને આજે– એ પરમેશ્વરને જ જ્ય થયે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org