________________
ભગવાન મહાવીર
પચીસ સે-છવ્વીસ સો વર્ષ પહેલાં પૂર્વ ભારતને પ્રદેશ સુખી અને સંસ્કારી પ્રદેશ હતો. એ વખતે એ પ્રદેશમાં સમૃદ્ધિ પણ સારા પ્રમાણમાં હતી; અને ત્યાંની સંસ્કૃતિ પણ ગૌરવ ઊપજે એવી હતી, કારણ કે જુદા જુદા ધર્મપ્રરૂપકે તથા શાસ્ત્રસૃષ્ટાઓએ લેકજીવનમાં ધર્મ સંસ્કારોનું સિંચન સારા. પ્રમાણમાં કર્યું હતું. તેમ જ ઘણાં ખરાં ધર્મશાસ્ત્રો પણ આ પ્રદેશમાં જ રચાયાં હતાં.
એ વખતે કેટલાક ભાગમાં રાજા-મહારાજાઓનું એકછત્રી શાસન ચાલતું, તે કેટલાક ભાગોને કારોબાર પ્રજાજને સાથે મળીને ચલાવતા. પ્રજાસત્તાક જેવી આ રાજ્યપદ્ધતિને ગણુસત્તાક કે ગણતંત્ર રાજ્યપદ્ધતિ કહેતા.
આવું જ એક શક્તિશાળી ગણુસત્તાક રાજ્ય હતું વૈશાલીનું. વૈશાલી જેમ એની રાજ્યવ્યવસ્થા માટે પંકાતું હતું, તેમ એની સમૃદ્ધિની, એના વૈભવની અને એની ભોગવિલાસની વિપુલ સામગ્રીની નામના પણ દૂર દૂર સુધી ગવાતી હતી, એની તે કંઈ કંઈ દંતકથાઓ પ્રચલિત બની હતી.
વૈશાલીના ગણરાજ્યમાં લિચ્છવી કુળના ક્ષત્રિનું શાસન હતું અને રાજ્યને કારોબાર “ગણું” અથવા “સંઘના નિર્ણ મુજબ ચાલતું હતું. ગણને દરેક સભ્ય “રાજા” કહેવાતું. આ બધા સભ્યોમાં તેમ જ લિચ્છવી ક્ષત્રિમાં રાજા ચેટક સૌથી શક્તિશાળી અને મુખ્ય હતો. એની આજ્ઞા અને આમન્યા સહુ સ્વીકારતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org