________________
પંડિત ઈંદ્રભૂતિ
બડભાગી મગધદેશ : ધર્મો અને ધર્મતીર્થોની સ્થાપના ભૂમિ, ધર્મનાયકેની અવતારભૂમિ;, ધર્મશાસ્ત્રોની રચનાભૂમિ. ભાગવાન મહાવીરના જન્મ અને નિર્વાણની ભૂમિ.
ધર્મો, ધર્મસ્થાપક અને ધર્મશાસ્ત્રોના ત્રિવેણી સંગમે એ ધરતીના કણ કણને પાવન બનાવી ધર્મસંસ્કારિતાને ઈતિહાસ સર હતું. એ પુરાણપ્રસિદ્ધ મગધ દેશ એ જ અત્યાર બિહાર પ્રદેશ.
મગધ દેશનું એક ગામ. ગોબર ગામ એનું નામ.' વિદ્યા અને વિદ્વાનની ખાણ અને વૈદિક–બ્રાહ્મણ ધર્મનું ધામ. જાણે વેદ-વિદ્યાના પારંગત અને યજ્ઞકિયાઓના કર્મકાંડી વિદ્વાનો એ ધરતીના કણમાંથી પાકે.
ત્યાં યજ્ઞકર્મ અને વેદ-વેદાંગના પારંગત એક વિપ્રવર રહે. વસુભૂતિ એમનું નામ. યજ્ઞકર્મ અને વિદ્યાદાન એ જ એમને વ્યવસાય. એમનાં ધર્મભાર્યાનું નામ પૃથ્વી દેવી. ગૌતમ એમનું શેત્ર.
પૃથ્વી માતાએ ત્રણ પુત્રરત્નને જન્મ આપે ઃ ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. ત્રણે સૂર્ય, ચન્દ્ર અને ઇન્દ્ર સમા તેજસ્વી, શાન્ત અને પ્રભાવશાળી. એકને જુએ અને એકને ભૂલે એવી એ બંધુ ત્રિપુટી. વિદ્યા, ધર્મ અને શુચિતાને જાણે પવિત્ર ત્રિવેણીસંગમ. - વિદ્યાધન એ જ કુટુંબની સંપત્તિ, વિદ્યાદાન એ જ કુટુંબને વ્યવસાય અને યજ્ઞ–ચાગના ધર્મને જાજરમાન રાખવે એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org