________________
"૧૨
ગુરુ ગૌતમસ્વામી ન જાણે વૈદ્યના બારણેથી રોગીને, નદીના તીરથી મેલા કે તરસ્યા માનવીને કે અન્નક્ષેત્રના આંગણેથી ભૂખ્યાને જાકારે મળતે હેતે ! અને આવી સાવ બિનકુદરતી સ્થિતિને ખુદ ધર્મના નામે બદાસ્ત કરી લેવામાં આવતી હતી, એટલું જ નહીં, એમાં ધર્મનું ગૌરવ લેખવામાં આવતું હતું !
યજ્ઞમાં હોમાતાં પશુઓને તે વધ થતાં છુટકારે થઈ જતે; પણ આવા દીન-હીન-અપૃશ્ય નર-નારીઓના દુઃખને તે કેઈ છેડો જ દેખાતું ન હતું. સમાજના ઊંચા વર્ગની સેવા માટે જીવતા નરકમાં જીવવાનું અને ફરિયાદને એક શબ્દ પણ ન ઉચ્ચારવાનું એના ભાગ્યમાં લખાયું હતું–જાણે મરણ જ એને માટે છુટકારાનું સાધન કે વિસામાનું સ્થાન બનવાનું હતું !
તે કાળે, તે સમયે, માનવસમાજને મોટો ભાગ આવી ઠંડી ક્રૂરતાની ઘંટીમાં પિસાઈ રહ્યો હતે; અપાર, અસહ્ય વેદનાએમાં પિતાનું જીવન વિતાવતે વિતાવતે પિતાના ઉદ્ધારકની રાહ જેતે હતે; અને એ માટે મૂંગી મૂંગી પ્રાર્થના કરતા હતે. પશુવર્ગના રક્ષણહારની પણ જાણે એ યુગ ઉત્સુક્તાથી પ્રતીક્ષા કરતે હતો.
આ સમ-વિષમ હતો પચીસ છવ્વીસ સે વર્ષ પહેલાને એ સમય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org