Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૮
“ પ્રાર્થના સમાજના હેતુ એ છે કે સર્વ બ્રહ્માંડના સરાવનાર, પાળનાર અને નિયંતા ચલાવનાર તેમની પ્રાર્થના કરવી. માત્ર પ્રાર્થના કરવી એટલુંજ નહિ; કેમકે અમસ્થા માડે ખેલવાથી કાંઈ ફળ નથી. જે એલવું તે પાળવું. સંસારમાં સદુઉદ્યોગ કરવા, અને સદાચરણુ પાળવાં. .સમાજના મુખ્ય સિદ્ધાંત આ ચાર છે.
૧. ઇશ્વર એક જ છે, અને તેજ પૂજ્ય છે.
૨. નીતિપૂર્વક પ્રેમ સહિત શ્વિર ભક્તિ એજ ધર્મો,
૭. ભક્તિ એટલે શ્રદ્ઘા, ઉપાસના, સ્તુતિ, પ્રાના અને સદાચાર. ૪. ભક્તિ વડે ઈશ્વર પ્રસન્ન થાય છે,અને આત્માનું કલ્યાણ થાય છે. ”
અમદાવાદમાં એ સંસ્થા સ્થાપવામાં સરદાર ભેાળાનાથભાઈ અને રા. સા. મહીપતરામ મુખ્ય અગ્રેસરા હતા અને તે અને સાસાટીના આગેવાન સંચાલકો હતા. વળી નાંધવા જેવું એ છે કે સ્વસ્થ રા. ખા ગાપાળરાવ હિરથી શરૂ થઇને આજ પર્યંતના સઘળા ઍનરરી સેક્રેટરીએ પ્રાર્થના સમાસ્ટ છે.
આ સમાજના સંસ્થાપક સ્વામીશ્રી દયાનંદ પણ મેારી પાસે ટંકારા ગામના વૃત્રનો હતા. એમણે આધા પુનરૂદ્ધાર કરવા ભગીરથ પ્રયત્ન કર્યાં. એમના ઉપદેશે પંજાબમાં જેટલી જાતિ આણી છે અને નવીન સુધારણાની પ્રવૃત્તિએ પ્રગટાવી છે તેટલી તેની અસર ગુજરાતમાં નહિ માલુમ પડે; પણુ ગુજરાતમાં આર્યસમાજે નવીન ચેતન રેડયું છે અને સમાજ સુધારણામાં સ`ગીન હિસ્સા આપ્યા છે એની કાઈથી ના પાડી શકાશે નહિ.
સ્વામીશ્રી દયાન ના પરિચય કરાવતી એક નોંધમાં એમના ધ સિદ્ધાંત વર્ણવતાં લખ્યું છેઃ—
“તે સ્વામી ફક્ત વેનેજ માને છે. અને પુરાણુ વગેરેને માનતા નથી. અને કહે છે કે વેદમાં મૂર્ત્તિ પૂજા કહેલી નથી તથા હાલમાં જે કર્માંકાંડ ચાલે છે તેવું વેદમાં લખેલું નથી. વેદમાં તે એકજ પરમેશ્વરની ભક્તિ કરવાનું લખેલું છે. જુદા જુદા દેવાને માનવાનું લખેલું નથી અને ચારે વેદ પરમેશ્વરે કરેલા છે; માણસોએ કરેલા નથી. ’’+
- બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૪, પૃ. ૨૧૮.
+ તુએ બુદ્ધિપ્રકાશ ’ સન ૧૮૭૫, પૃ. ૨૪.
•