Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૮
વધુ નવાં પુસ્તક. ( સન ૧૮૯૨ થી ૧૯૦૮, )
“ The book, as was said in antiquity is a river of wisdom, quenching the thirst of the world, the book, whose issuing was only recently expected with a tremor cf joy and whose edition was guarded with care. The sacred zeal of biblophiles is not fanaticism nor superstition; nc, it impresses one of the most precious strivings of humanity which unites beauty and knowledge. Just now the hour strikes to care for the dignity of the book. Not superfluously, not according to a dogma but because of the underferable necessity we reiterate, love the book. ''
Prof. Nicholas De Roerich—
( Educational Review-February 1933. )
સન ૧૮૯૨ થી ૧૯૦૮ એ સત્તર વર્ષના ગાળામાં સાસાટીએ ૧૨૭ પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. તેની લેખકવાર યાદી પરિશિષ્ટ ૮ માં આપી છે.
સદરહુ યાદીમાં ઇતિહાસનાં ૧૭, સામાન્ય નીતિ અને જ્ઞાનનાં ૨૩, વિજ્ઞાનનાં ૧૧, ખેતી વિષેનાં ૨, હુન્નર ઉદ્યોગનાં ૫, કેળવણી વિષયક ૨, રાજકારણનાં ૩, નાટકનાં ૨, ધમ` અને તત્વજ્ઞાનનાં ૮, કેશનું ૧, કવિતાના ૧૧, ચરિત્રનાં ૨૩ અને આરેાગ્ય અને વૈદકને લગતાં ૧૯, પુરતકા એ પ્રમાણે તેના વિભાગ પડે છે.
આ પુસ્તકા બીજી રીતે વિચારીએ તે તેમાંના ૪૩ ઇંગ્રેજી ગ્રંથાના અનુવાદ છે; જ્યારે મરાઠી, બંગાળી, ઉર્દુ ફારસી અને સંસ્કૃત પરથી લખાયલાં પુસ્તકોની સખ્યા ૧૩, ૭, ૨, ૧ અને ૮ એ અનુક્રમમાં મળી આવે છે; અને સ્વતંત્ર સારાધાર, રૂપાંતર કે `આધારભૂત સાધ। પુરથી