Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૧
સેસાઇટીના પ્રમુખ “એમણે એક મહાત્માને પૂછયુંઃ ઈશ્વરને પામવાના માર્ગ કેટલા છે? મહાત્માએ જવાબ આપેઃ દુનિયામાં જેટલા અણુઓ છે તેટલા માર્ગ છે. પણ સારામાં સારે અને ટૂંક રસ્તે એક સેવા છે.”
[ મુનિ ન્યાયવિજયજી.] નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ " He passed the last days of his life in quie. tude and retirement, devoting himself to religious contemplation. He was gathered to his forefathers, -full of years, in 1887, and the sorrow of his country. men found expression in the erection of a permanent memorial in his honours in the shape of a noble hall, which is associated with his name.”
("Representative men of the Bombay Presidency," page 198).
નગરશેઠ પ્રેમાભાઈનું કુટુંબ અમદાવાદમાં સેંકડો વર્ષથી અગ્રસ્થાન ભોગવે છે. એઓ ઓસવાળ જ્ઞાતિના, ધર્મે જૈન છે; પણ એમના મૂળ પુરૂષ મારવાડના શુદ્ધ ક્ષત્રિય વંશના સીદીઆ રાજપુત, કાકેલા શાખાના હતા. મૂળ પુરુષનું નામ પદમશી હતું અને તેમની ત્રીજી પેઢીએ શેઠ શાનિદાસ થયા. તેમણે જહાંગીર બદશાહ, જે અમદાવાદમાં તે વખતે ગુજરાતને હાકેમ નિમાઈને આવ્યો હતે તેમની ખૂબ શુભૂષા કરી, સારી પ્રીતિ મેળવી હતી. એટલે સુધી કે જહાંગીરે એમના પર ખુશ થઈને નગરશેઠનું પદ શાતિદાસને આપ્યું અને વધુમાં એમની મહેબતની નિશાની તરીકે શાતિદાસને સરસપુરમાં પિતાના ઇષ્ટદેવ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર બાંધવાની પરવાનગી આપી હતી, જે હક્ક સંપાદન કરે છે તે સમયે બહુ વિરલ હતું.
• જુઓ શનિદાસને રાસ “જન રાસમાળા”, ભા. ૧, પૃ. ૩૧.