Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 314
________________ ૨૬૩ પુક-કમિટીએ પ્રેમાનંદ રચિત રણયજ્ઞ નામનું કાવ્ય, જે કાંટાવાળાએ સંપાદન કરી છપાવ્યું હતું, તે એક પાઠ્ય પુસ્તક તરીકે મંજુર કર્યું હતું, પણ કેળવણું ખાતાએ સન ૧૮૭૩ ની પૂના બુક કમિટીએ જે નિયમો મંજુર કર્યા છે તેના વિરુદ્ધનું કેટલુંક લખાણ એમાં આવે છે તેથી તે સ્વીકારાય એમ નથી એવું કારણ આપી તેને મંજુરી આપી નહોતી. આ પરથી લાલશંકરે મંજુર થયેલું કાવ્યદેહન અને પ્રસ્તુત , “રણયજ્ઞ” માંથી સામસામા ઉતારા ટાંકી ખાતાની દલીલનું ખંડન કર્યું હતું પણ એ ચર્ચાનું પછી શું પરિણામ આવ્યું તે અમારી જાણમાં નથી; પરન્ત પાઠય પુસ્તકે મંજુર કરવામાં કેળવણી ખાતાનું ઉપરનું દૃષ્ટિબિન્દુ ખોટું અને એકપક્ષી હતું એ તે સ્પષ્ટ દેખાઈ આવે છે. કેળવણીને વિષયમાં એમને અત્યંત રસ હોતે, એ બિના અમે ઉપર નોંધી છે; અને સરકાર પણ એક કેળવણીના નિષ્ણાત તરીકે એમના અભિપ્રાય વખતે વખત પૂછતી હતી. ગ્રામ્ય શાળાઓને પ્રશ્ન લાંબી મુદતથી ચર્ચાય છે; અને હજુ એ પ્રશ્નને છેવટ નિર્ણય આવ્યો નથી. સન ૧૮૮૫ માં એમને અભિપ્રાય એજ્યુકેશનલ ઈન્સ્પેકટરે પૂછેલે ત્યારે છથી બાર વર્ષનો અભ્યાસક્રમ રાખી, ચોથા અને પાંચમાં ધોરણમાં રાજવહિવટને એટલે કે ગામના, તાલુકાના અને જીલ્લાના અમલદારે કણ કણ છે અને તેમનું શું શું કર્તવ્ય છે એ વિષયનું જ્ઞાન આપવાનું એમણે સૂચવ્યું ‘તું. હંટર કમિશનને રીપેર્ટ પ્રસિદ્ધ થયા પછી તે વિષે વિચાર કરવા પૂનામાં સન ૧૮૮૫ માં એક કોન્ફરન્સ મળી હતી, તેમાં ચર્ચાવાના મુદ્દાઓ વિષે જુદા જુદા વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરે સ્થાનિક ગૃહસ્થોના અભિપ્રાય મેળવવા પત્ર લખેલા, એવા એક પત્રનો જવાબ લાલશંકરે લખેલે અને તેમાં એમણે મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ગુજરાતી વિષય ફરજિયાત કરવા તેમ યુનિવર્સિટીની પરીક્ષામાં ગુજરાતીમાં એક પ્રશ્નપત્ર આપવું જોઈએ એ અભિપ્રાય દર્શાવ્યો હત; અને ગુજરાતીમાં પાઠય પુસ્તકના અભાવની દલીલનો રદીઓ આપતાં જણાવ્યું હતું કે બેંડ ઑફ એજ્યુકેશનના સમયમાં ટ્રીનેમેટરી, યુકિલડ, ખગોળ, યંત્રશાસ્ત્ર વગેરે શાસ્ત્રીય વિષયનાં પુસ્તક ગુજરાતીમાં લખાયાં હતાં, તે પ્રમાણે નવાં પુસ્તકોની માગણું થતાં, જે તે પુસ્તકે તુરત તૈયાર થશે; અને એ દલિલમાં વજુદ રહેલું છે, એ આપણે સૈા અનુભવથી જાણીએ છીએ..

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352