Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પરિશિષ્ટ ૧૦
બ્રહ્મચારીની વાડી અમદાવાદ ડિસ્ટ્રીકટના મહેરબાન ઈન્ટ જજ સાહેબની કેર્ટના સન ૧૮૯૨ ના મુકરદમાં નંબર ૨૩ ના હુકમનામાની રૂએ બ્રહ્મચારીની. વાડીને નામે ઓળખાતી મિલકતનો વહીવટ ટ્રસ્ટી દ્વારા થાય છે. આ વાડીના પહેલા ટ્રસ્ટી તરીકે કેટ તરફથી રા.રા. કેશવલાલ હર્ષદરાય ધવને નીમવામાં આવ્યા હતા. તેમની બદલી ભૂજ થવાથી તેમણે રાજીનામું આપ્યું ત્યારે સદરહુ હુકમનામાની કલમ ૬ ની પેટા કલમ ૨ ને અનુસરીને
સાઈટીએ રા. રા. રેવાશંકર અંબારામ ભટ્ટને નીમ્યા છે. આ વાડીને વાર્ષિક હિસાબ સાઈટીના રિપોર્ટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે, અને સન ૧૯૦૬ આખર સુધીને હિસાબ દ્રષ્ટીએ મહેરબાન ઈન્ટ જડજ સાહેબની કોર્ટમાં રજુ કર્યો છે, અને તે કેર્ટે મંજુર કર્યો છે. સન ૧૯૦૭ ને ટ્રસ્ટી તરફથી આવેલો હિસાબ આ રિપોર્ટમાં આગળ આપવામાં આવ્યો છે. આ વાડીમાં એક સંસ્કૃત લાયબ્રેરી તા. ૧૮-૧૨-૧૯૦૭ ના. રેજ ઓનરેબલ ડેકટર રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરના હાથે ખુલ્લી મુકવામાં આવી છે; અને તેમાં હિંદુ ધર્મ, તત્વજ્ઞાન તથા વિદ્યા વગેરેનાં લખેલા તેમજ છાપેલાં પુસ્તક નંગ ૧૫૩ કીંમત રૂ. ૫૭૧-૭-૦ નાં છે. આ લાઈબ્રેરી માટે રૂ. ૨૫) ની કિંમતનું એક કબાટ તથા હસ્તલિખિત પુસ્તક નંગ ૪૩ તથા છાપેલાં નંગ ૬ મળી નંગ ૪૯ કીંમત રૂ. ૨૦૦-૦-૦ નાં મહૂમ વૈદ્ય હરિલાલ અચરતલાલના ટ્રસ્ટીઓ તરફથી બક્ષીસ મળ્યાં છે. તેમજ પુનાને આનંદાશ્રમ તરફથી છાપેલાં સંસ્કૃત પુસ્તકો નંગ ૧૭ રૂ. ૬–૯–૦ ની કીંમતનાં તથા
નરેબલ મિ. ગોકળદાસ કહાનદાસ પારેખ તરફથી આનંદાશ્રમ તરફથી છપાયેલાં પુસ્તકે નંગ ૪૩ રૂ. ૧૬૮-૭-૦નાં બક્ષીસ આવ્યાં છે. આ સર્વે ગૃહસ્થાને આ દેણગી માટે ઉપકાર માનવામાં આવે છે. હિંદુ ધર્મ, તત્વ જ્ઞાન, હુન્નર, વિદ્યા, અને બ્રહ્મચર્યને વિષયો ઉપર ભાષણ આપવા, વિદ્યાર્થીઓને ભણાવવા, તથા લાયબ્રેરીની દેખરેખ રાખવા સારૂ એક શાસ્ત્રી રાખવામાં આવ્યા છે. વાડીમાં એક બ્રહ્મચારી રહે છે, તે હિંદુ ધર્મ–તત્વજ્ઞાનને અભ્યાસ કરે છે. સદરહુ વિષય ઉપર ભાષણ આપવાની સેઇ થવા માટે આ વાડીની કેટલીક પડતર જમીન શ્રી દેશી નાટક