Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 329
________________ ૨૯૮ શક્તિ વધારી ન હોય અથવા હેતુ અનુસાર ઉપયોગી કામ કર્યું ન હોય, તે તેના જીવનનાં સાઠ વર્ષ એળે ગયા બરાબર છે. આ સોસાઈટીએ પિતાના આજ સુધીના લાંબા જીવનમાં કેટલું બળ મેળવ્યું તથા શાં શાં કામો કર્યા તેનું આ પ્રસંગે અવલોકન કરવાની જરૂર છે. મહાત્મા અલેકઝાંડર કીલ્લાક ફેંર્બસ સાહેબે, દેશમાં વિદ્યા તથા જ્ઞાનની વૃદ્ધિ કરવાના સ્તુત્ય ઉદ્દેશથી આ સોસાઈટીની સ્થાપના સન ૧૮૪૮ ના ડિસેંબર માસની ૨૮ મી તારીખે કરી હતી. આ મહાત્મા પુરૂષનો હેતુ ધીમે ધીમે સફળ થતા ગયા છે, અને તેને ઉત્સાહી કામ કરનારાઓ વખતોવખત મળી આવ્યા છે, તેમના પ્રયાસનું આપણે આ ફળ ભોગવીએ છીએ.. સોસાઈટીએ પિતાને હેતુ કેવી રીતે પાર પાડયો છે અને સહાયકે એ કેવી કેવી રીતે સહાયતા આપી છે તે વિગતવાર અત્યારે કહેવાની જરૂર હું ધાર નથી. બીજે કઈ પ્રસંગે જણવીશ; પણ સાઈટીની સન ૧૯૦૮ આખરની સ્થિતિને કંઈક ખ્યાલ આપવા ટૂંકામાં હકીકત જણાવવી. યોગ્ય ધારું છું. સાઈટીના કુલ લાઈફ મેમ્બરો ૫૭૦ હયાત છે, અને ૧૦૧ સાર્વજનિક લાઈબ્રેરીઓ રજીસ્ટર થએલી છે. સંસાઈટીની પિતાની કુલ મીલકત રૂ. ૧,૬૦,૪૬ ૩-૧-૨ છે. તેમાં રૂ. ૯૦, ૦૦-પ-૧૧ રોકડ, રૂ. ૨૦,૮૯૮-૩-૦ સ્થાવર મીલકત અને રૂ. ૪૮,૯૬૪–૮–૩ જંગમ મીલકત છે. સેસાઇટી હસ્તક જુદા જુદા ગૃહ તરફથી સપાએલાં ટ્રસ્ટ ફંડે ૯ રૂ. ૨,૨૪,૫૦૮–૧૨–૧૦ નાં છે, અને તેને વહીવટ સોસાઈટી કરે છે. આ ફંડોની વિગત આ પ્રમાણે છે: ૧૧ પુસ્તકવૃદ્ધિ માટેનાં ફંડ. તેની એકંદર મુદલ રકમ રૂ. ૪૪૯૦૦–૮– ૪ પુસ્તકવૃદ્ધિ તથા વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવાનાં કુંડ ક ૧૭૭૮૨–૦-૦૦ ૫૯ વિદ્યાર્થીઓને ઉત્તેજન માટેનાં ફંડ ,, , ૧૪૩૪૮૨–૧૨–૧૦ ૫ લાઈબ્રેરીઓ માટેનાં ફંડ ક ૧૮૪૨૪–૮–૦. કુલ. ૨,૨૪,૫૦૮-૧૨-૧૦ | ગુજરાતી ગ્રંથકારેને તથા લેખને જુદી જુદી રીતે મદદ આપવા ઉપરાંત સોસાઈટીએ પોતે વિવિધ વિષયોનાં ૨૫૧ પુસ્તકો નવાં લખાવી

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352