Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 341
________________ ૨૦ સ્થળે એટલું કહ્ય: વિના ચાલતું નથી કે સાહિત્ય તે માત્ર કવિતા કે નાટક જ નથી એવા ભવિષ્ય માટે સૂચના રૂપે સ્મરણ આપવું તે ગુ. વ. સોસાઈટિએ આજ પર્યત કરેલું કાય જતાં જરા અસ્થાને દીસે છે. ગુ. વ. સો. એ તેમ માનવાની ભૂલ કરી નથી એટલું જ નહિ પણ નાટક કે કવિતાને સાહિત્યમાં સમાવેશ એને માન્ય હશે કે કેમ એ વિશે પણ એણે પ્રસિદ્ધ કરેલાં પુસ્તક જતાં શંકા ઉપજે છે. દિ. બ. અંબાલાલભાઈના સ્ત્રી કેળવણી વિષેના વિચાર પર મતભેદને અવકાશ છે. તથાપિ વ્યક્તિના પ્રશ્ન તરીકે આ પ્રશ્નને ન વિચારતાં સમસ્ત દેશના પ્રશ્ન તરીકે એને વિચારીએ તે દિવાન બહાદુરને નિર્ણય યથાર્થ અને સંગીન છે એમ કબૂલ કર્યા વિના ચાલશે નહિ. દેશમાં કેળવણું વિસ્તારવાની દિ. બહાદુરે જરૂર બતાવી તે પણ સર્વમાન્ય છે, પરંતુ સાક્ષાત્ નિશાળે ઉઘાડીને એ કામ કરવું તે સોસાઈટિના કર્તવ્ય પ્રદેશની માહે છે કે કેમ એ વિષે શંકા રહેશે. દિવાન બહાદુરની પહેલી સૂચના ઉચ્ચ કેળવણી પણ દેશી ભાષા દ્વારાજ આપવી જોઈએ એ અતિ મહત્વની તેમજ અત્યારે સર્વ દેશમાં સ્વીકારાતી કેળવણીની પદ્ધતિને અનુસરતી છે; તથાપિ અંગ્રેજીદ્ધારા ઉચ્ચ શિક્ષણ આપવાની ચાલતી રૂઢિ એવી ઉંડી જડ ઘાલી બેઠી છે કે એને ફેરવવી સર્વથા અશક્ય છે. પણ અશકય શા માટે છે ? એમ જ્યારે અમે અમારા મનને વિશેષ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે ગુજરાત વર્નાકયુલર સેસાઈટિએ હજી આપણા જનસમાજમાં તેમજ અધિકારી મંડળ સમક્ષ જોઈએ તેટલું વજન પ્રાપ્ત કર્યું નથી એવા બેદજનક ઉત્તર સિવાય બીજો ખુલાસો મળતો નથી. બીજે દિવસે “ભાષા શુદ્ધિ” ઉપર ગુજરાત મેઈલ ટ્રેઈનીંગ કેલેજના પ્રિન્સિપાલ રા. રા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી એઓએ કેટલાક વિચારો દર્શાવ્યા. વિષય અપૂર્વ હતું, અને રા. રા. કમળાશંકરભાઈએ એ ઉપર બહુ જુસ્સાથી, દઢતાથી અને નિઃશંકપણે ભાષણ કર્યું. એમણે શુદ્ધ ભાષા વાપરવાની આવશ્યક્તા બતાવી, મંમ્મટનું દેશનું લક્ષણ તથા દેષના વિશેષ પ્રકારે લઈ એનાં ઉદાહરણો આપ્યાં. એ ઉદાહરણો આજકાલ પ્રસિદ્ધ થતી અનેક ચોપડીએ સરકારી રાહે પિતા પાસે અભિપ્રાય માટે આવે છે તેમાંથી લીધેલાં હતાં, તેથી તે તે દોષ માત્ર કલ્પિત નથી પણ હાલ લખાતી ગુજરાતી ભાષામાં ખરેખર નજરે પડે છે એમ જણાવ્યું. બુક કમિટી સમક્ષ આવતાં પુસ્તકને મોટે ભાગ અર્ધશિક્ષિત લેખકોને હાથે લખાએલો હોય છે એ જોતાં, રા. કમળાશંકરભાઇએ બતાવેલી

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352