Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 350
________________ ૨૯૯ ૧૦. આપણું ગરીબાઈને લીધે તેમજ લેકની અજ્ઞાનતાને પરિણામે લેખકોને ઘણીવાર પૈસા સંબંધી મુસીબતે ખમવી સતું સાહિત્ય પડે છે. તેથી જેમ વિલાયતમાં ઓકસફર્ડ અને કેમ્બ્રીજ જેવી મહાન પાઠશાળાઓ પિતે પુસ્તક છપાવી, પ્રસિદ્ધ કરે છે તે સાઈટી એક સારું પ્રેસ કાઢી, લેખકની તેમજ જનસમાજની સસ્તાં પુસ્તકો છાપી, સેવા કરે છે તે શું અગ્ય છે? ગુજરાતી પ્રેસ કેવું સારું કાર્ય કરે છે એ પ્રત્યક્ષ પુરાવો છે. ૧૧. ગુજરાતમાં અનેક વિદેશી મુસાફરે આવી ગયા છે અને ( Hakluyt Society ) beynt have પરદેશી મુસાફ- તેને “મુસાફરીના ગ્રંથો સારું મશહુર છે. જે રેના અહેવાલ સંસાઈટી, ગુજરાતને લગતા અહેવાલનું એકાદ પુસ્તક રચાવે તે તે સમયની જનસમાજના રીત રિવાજ અને જીવનને સારે ખ્યાલ આવે. પ્રાચીન કવિઓના પુસ્તકો પરથી આપણે કેટલાક અનુમાન બાંધી શકીએ પણ જે તેમાં આ પરદેશી મુસાફરોના અહેવાલોની સાક્ષી આવે છે તે વાત ચોક્કસ સાબીત થાય અને લોકના અનેક વહેમ ટળી જાય. વળી–ગુજરાત અને કાઠિયાવાડમાંથી, જે શિલાલેખો અને તામ્રપત્ર વિગેરે મળ્યાં હોય તે સર્વ ભાષાંતર કરી પ્રજની માહિતી સારૂ છપાવવાં જોઈએ. ભાવનગર દરબારે, આવાં એક બે પુસ્તકે પ્રસિદ્ધ કર્યા છે. ઈગ્રેજ સરકારના Indian Antiguary અને Epigraphia Indica વિદ્વાનોને એક મહાન સુખરૂપ છે. ૧૨ આ શુભ ખુશાલીના પ્રસંગની યાદગારીમાં ગુજરાતના અનાથશ્રેમ અને કન્યાશાળાઓમાં, જેઓ લાયબ્રેરી સ્થાપે તે સંસ્થાઓને સોસાઈટીએ છપાવેલા ગ્રંથે બક્ષીસ આપવા. ૧૩. છેવટે રા. બા. લાલશંકરે સેસાઈની ઉત્તમ પ્રકારે સેવા કરી તેને સારી આબાદ સ્થિતિએ આનું છે તે સારૂ તેમની રા. બા. લાલ- આ અવસરે સંસાઈટી તરફથી યોગ્ય કદર બુજાવી શંકરભાઈ . જોઈએ. તેમણે સ્ત્રી કેળવણી” અને સ્ત્રી ઉન્નતિ અર્થે સેવા કરી છે. તેમની જ મદદથી સોસાઈટીએ “સ્ત્રી કેળવણું અને સ્ત્રી પરીક્ષા' ની ઉત્તમ રૂઢિઓ દાખલ કરી છે. ટૂંકાણમાં તેમની સેવા અનેક છે, અને સોસાઇટીએ તેમના કાર્યની કદર, આ અવસરે કરવા ચુકવું નહિ.

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352