Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 348
________________ ભાણુ વખતે પોતાના બારનું (market) સરવાયું તપાસે છે તે શું સોસાઈટીનું આ દિશામાં કર્તવ્ય નથી ? (૭) સસાઈટીએ જ્ઞાન ફેલાવવા સારૂ અનેક પ્રયાસ કરવા જોઈએ. પ્રાથમિક કેળવણી આપણું મ્યુનીસીપાલીટીઓ આપે કી વાંચન અને છે પણ જનસમાજ અને સ્ત્રી મંડળ સારૂ વાંચનની સીવાંચન, અત્યંત જરૂર છે. આ વાતે દરેક સ્થળે ફી લાય બ્રેરી સ્થપાય તેવા પ્રયત્ન સાઈટીએ કરવા જોઈએ. પેટલાદના એક ઉત્સાહી અને પરોપકારી ગૃહસ્થ પિતાના આત્મભોગે આ દિશામાં બહુ સારું કાર્ય કર્યું છે અને તેમના મિત્રમંડળને બહુ સારી ફતેહ મળી છે. તે જ ધરણે ગાયકવાડી રાજ્યમાં પિતાની ઉદાર રાજ્યનીતિને અનુસરીને, નામદાર ગાયકવાડ સરકારે દરેક ગામમાં ફી લાયબ્રેરી સ્થાપી છે. ઈગ્લાંડમાં રીવ્યુ ઓફ રિવ્યુઝના અધિપતિ મી. સ્ટેડની “ ક્રુડ’ બહુ સુપ્રસિદ્ધ છે. આવાં અનેક કાર્યો સોસાઈટીએ ઉપાડવાં જોઈએ. “સ્ત્રીવાંચન સંબંધી હાલમાં બહુ બુમ છે અને તે વાસ્તવિક છે. આ ખામી દૂર કરવા સાઈટીના વ્યવસ્થાપક મંડળે વિચાર કરી એક યોજના ઘડી કાઢવી જોઈએ. (૮) હાલ જ્યારે સ્વદેશી ચળવળને પરિણામે લેકમાં દેશી કારીગરીને ઉત્તેજન આપી, જુના હુન્નરે સજીવન કરવા ઝાઝી વિદ્યા, હુન્નર, દેશી જીજ્ઞાસા છે ત્યારે સોસાઈટીએ વેપાર ઉદ્યોગ, હુન્નર, કારીગરી સંબંધેનું વિદ્યા આદિ વિષયો પર લેખો તેમજ પુસ્તક લખાવી સાહિત્ય, જનસમાજમાં જ્ઞાનની વૃદ્ધિ કરી, દેશની આર્થિક સ્થિતિ સુધારી, સુખનાં સાધનો વધારવા, ખાસ લક્ષ આપવું જોઈએ. અસલ નવીન લેખો થવાને સમય હજી બહુ દૂર છે પણ જે સારાં ભાષાંતરે થશે તે પણ સાધન ઘણું છે અને સારો લાભ થશે. નામદાર સરકાર દરેક પ્રાન્તની વખણાતી, સારી ચીજ પર ખાસ અનુભવી આદમી પાસે લેખ લખાવી તે જુદા પ્રસિદ્ધ કરે છે. (જેમકે સુરતના કિનખાબ, સુખડકામ, હાથીદાંતની તરણ વિગેરે) વળી થોડા સમયથી દરેક પ્રાન્તવાર ત્યાંના હૈયાત તેમજ નાબુદ થયેલા હુન્નરેની એક યાદી તૈયાર થાય છે. સંયુક્ત પ્રાંતમાં તપાસ થઈ ચુકી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ ગુજરાતમાં “હાથની શાળ” દાખલ કરવા શા શા ઉપાયે જ્યા? વિશેષ ખેતીવાડીની બાબતમાં સાઈટીને ઘણું કરવાનું છે. આપણે ગુજરાત પ્રત ખેતીવાડી અને વેપાર ઉદ્યોગથીજ આબાદ છે અને તે સારૂ

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352