Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
રા ભૂલોમાંની ઘણીખરી વિદ્વજનેને સ્વયંપ્રકાશ લાગે અને તેથી રા. કમળાશંકરભાઈએ ઉઠાવેલો શ્રમ નિરર્થક જણાય; પરંતુ વિદ્વાન કરતાં અર્ધ શિક્ષિત લેખકજ વ્યકીર્તિ વગેરે વિવિધ લાલસાએથી પ્રેરાઈ ગુજરાતી ભાષાનાં પુસ્તકોમાં દિન પર દિન ઉમેરે કરતા આવે છે અને ગુજરાતી ભાષામાં કેટલાક દુષ્ટ પ્રયોગને રૂઢ બનાવતા જાય છે એ જોતાં રા. કમળાશંકરભાઈનું ભાષણ આપણી ભાષાને બહુ ઉપયોગી સેવા બજાવશે એમ અમને લાગે છે.
આરંભમાં તેઓ દોષનું લક્ષણ આપવા જતાં પ્રસંગોપાત “લક્ષણ શબ્દના પ્રયુગ વિષે કેટલુંક બોલ્યા અને શાળોપયોગી પુસ્તકમાં લક્ષણને બદલે “વ્યાખ્યા’ શબ્દ પ્રયોજાય છે તે સામે ટીકા કરી. રા. કમળાશંકરભાઈ માટે પૂર્ણ માન સાથે અમારે એટલું કહેવું જોઈએ કે આપણા વડીલ ગુજરાતી લેખકે એ Definition માટે “વ્યાખ્યા’ શબ્દ કેવળ અકારણ યોજ્યો નહ. અત્રત્ય નૈયાયિકોનો “લક્ષણ’–શબ્દ અને અંગ્રેજી Definition-Logical definition-તે સર્વથા સામાનાર્થક નથી. મિલ પરિપૂર્ણ સન્તોષકારક Definition માં એક નહિ, પણ એ શબ્દના અર્થમાં સમાતા બધા અસાધારણ ધર્મોનું પ્રકટીકરણ આવશ્યક માને છે; અને સંસ્કૃત તૈયાયિકાનાં “લક્ષણ” માં તો એકજ અસાધારણ ધર્મ આવે તે બસ એટલું જ નહિ પણ જોઈએ તે કરતાં અધિક વ્યાવર્તક-ભેદક ધર્મો હોય તે તેટલો અંશ પદકૃત્ય વિચારમાં નિપ્રયોજન ગણાઈ આક્ષેપને પાત્ર થાય છે. આ કારણથી પ્રાચીનએ “વ્યાખ્યા' શબ્દ વાપર્યો હોય તે આશ્રય નહિ. જ
# The only adequats definition of a name is as already remarked, one which declares the fact add the whole of the facts, which the name involves in its signification...... Differen tia being seldom taken to mean the whole of the peculiarities constitutive of the species, but some one of those pecluiarities only, a complete definition would be per genus et differentias, rather than differentiam. It would include with the name of the superior genus, not merely some attribute which distinguishes the species intended to be defined...but all the attributes implied in the name of the species.--Mill's Logic. ..