Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 343
________________ વસ્તુતઃ આપણા નિયાયિકની “લક્ષણ” ની સમજણ બરાબર છે કે મિલની “Definition” ની બરાબર છે કે મિલની Definition ને મળતા અર્થમાં પણ અન્ય સંસ્કૃત તત્વોએ લક્ષણ શબ્દ વાપર્યો છે. ઇત્યાદિ વિચાર ભાષાશુદ્ધિના વિષયની બહાર જાય છે, અને તેથી આપણું પૂર્વના લેખકે વસ્તુવિચારમાં ગમે તે ભૂલ કરી હોય પણ ભાષાશુદ્ધિની ભૂલ તે તેઓએ કરી જણાતી નથી. સંસ્કૃત અને ફારસીમાંથી ગુજરાતીમાં આપેલા તત્સમ શબ્દો મૂળ રૂપમાં લખવા જોઈએ એ નિયમ વિચારમાં સારે છે. પણ આચારમાં ઉતરતાં પ્રશ્ન થાય છે કે આ બન્ને ભાષાનું પુખ્ત જ્ઞાન વિદ્વાનોમાં દુર્લભ છે તે સામાન્ય વર્ગના લેખકોમાં તે એની આશા કેમ રાખી શકાય ? આ ઉપરાંત, સંસ્કૃત શબ્દો પર પણ દિ. બ. અંબાલાલભાઈએ પ્રમુખ તરીકે કહ્યું હતું તે સ્મરણમાં રાખવા જેવું છે કે ગુજરાતી ભાષા તે સંસ્કૃત ભાષાની કન્યા ખરી પણ તે હવે આંગળી છોડીને છૂટી ચાલતાં શીખી છે. દાખલા તરીકે “પ્રશ્નોદ્વારા ' “વિધ્યાચળ પર્વત’ ઈત્યાદિ પ્રયોગ હામેન રા. કમળાશંકરને વાધ આ વસ્તુસ્થિતિના વિસ્મરણમાં ઉત્પન્ન થએલે અમે માનીએ છીએ. ભાષાના અનેક ફેરફારમાં સમાજનું અંગ (ઉદા. દ્વારા’) પ્રત્યયરૂપે લેખાવા માંડે છે અને આ વલણ આપણે છેક પાણિનિમાં પણ જોઈએ છીએ. વળી જે રૂઢિને લઈ “સાત સદસર્ષયઃ અને વિશ્વ વચનના:” એવા પ્રયોગે નભાવી લેવાય છે તે “વિધ્યાચળ પર્વત’ કહેતાં જીભ અટકવાનું કાંઈજ કારણ નથી. એ રીતે તે “કન્ટાન્ટિનોપલ” વિન્ડમઅર” કે “કટ' ન કહેતાં “ કૅન્સન્ટાઈન–શહેર' “વિન્ડર સરોવર” કે કંકકિલ્લે એમ પ્રયોગેજ કરવા પડે ! ભાષાશુદ્ધિના આવા કેટલા સત્યાગ્રહ બાદ કરતાં–રા. કમળાશંકરભાઈનાં દોષસૂત્રો અને તેના આકૃતિ શાળાપત્રમાં પ્રસિદ્ધ થશે ત્યારે ગુજરાતી લેખકોને તેથી લાભ થયા વિના રહેશે નહિ. - ત્રીજે દિવસે રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ એઓએ ગુજરાતી નાટક અને નવલકથાઓ ઉપર એક રસિક અને ગુજરાતી સાહિત્યના 'પરિચયથી ભરપૂર એ નિબંધ વાંચ્યો. નવલકથાના કારણચિન્તનમાં, ઇંગ્લંડમાં મ્યુરિટન લોકેએ નાટકશાળા બંધ કરી અને તેથી નાટકને સ્થાને નવલ–કથા ઉત્પન્ન થઈ–મનુજહદયના સમારાધનનું એક દ્વાર બંધ થતાં બીજું ઉઘડયું એટલી એક નાની સરખી વાત ઉમેરવા ઉપરાંત એ

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352