Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૪૨ એ કામને આરંભ હવે વગર વિલંબે કરવું જોઈએ. આ મંડળને પિતાના બંધારણના કાયદાની કે બીજી રીતની હરક્ત ન હોય તે દાખલા તરીકે બને તેટલી એવી શાળાઓ આ મંડળે કાઢવી જોઈએ. જ્યારે જનસમાજ ભણીને આગળ આવશે, ત્યારે જ સાહિત્યની ખરી બુજ થશે એટલું જ નહિ પણ સાહિત્યના લખનાર ને લખાવનારાને અત્યંત પુષ્ટિ મળશે.
સ્ત્રી કેળવણી એટલે ગુજરાતની બધી વર્ણની દરેક સ્ત્રીને તેની સ્થિતિને ગ્ય અને બને તેટલી સારી કેળવણી આપવી એ સાહિત્યની વૃદ્ધિને એક મે ઉપાય છે. હાલની સ્ત્રીકેળવણી બહુજ છીછરી છે ને તેનું ફળ છેક
ડું છે. સાધારણ રીતે સ્ત્રીને અંગ્રેજી ભાષાની કેળવણી આપવાનું હું ફળ સમજી શકતા નથી, પરંતુ જે સ્ત્રીઓને પૂર્ણ અવકાશ હોય, ને આગળ જતાં તેને પુરે ઉપયોગ કરી શકે એવી હોય, તેમને અંગ્રેજી ઉંચી કેળવણી આપવી તે ઈષ્ટ છે. પણ હાલ તે મારા બેલવાને આશય એટ. લો જ છે કે તમામ સ્ત્રીઓને સ્થિતિને અનુસાર સારી કેળવણી મળવી જોઈએ. તેજ સ્થિતિના પુરૂષ કરતાં તે વધારે ચઢતી હોવી જોઈએ, કેમકે બાળકને ઉછેરવાને બેજે સ્ત્રીને માથે પડવાનો છે. આ મંડળ આ પ્રયત્ન કરી શકતું હોય તે ઉત્તમ છે, પણ સરકારને તેમ ધનવાન પુરૂષોને ધર્મ છે, કે સ્ત્રીઓને ઉંચામાં ઉંચી કેળવણી આપવામાં મદદ કરવી. આમ કરવામાં જનસમાજને મેંટે લાભ રહેલે છે, ને સાહિત્યની વૃદ્ધિનું તે એક મોટું ને જબરું અંગ થશે એમ મારી પૂર્ણ આશા છે. સ્ત્રીની ઉદ્ગતિ વગર દેશની ઉગતિની આશા રાખવી ફેકટ છે.
ઉપર દર્શાવેલા તથા બીજા એવા સૂરે તે ઉપાયો કરવાને અર્થે દેશી ભાઈઓને સમેલનથી કામ કરવાને જે પ્રચાર પડ્યો છે તે કાયમ રાખવા મારી આગ્રહપૂર્વક ભલામણ છે. આપણામાં જે ખોડખામીઓ છે, તે આપણે બધા જાણીએ છીએ, પણ જાતે કામ ક્યાં વગર સુધારે થ કઠણ છે, આત્મસહાયતા દષ્ટાંત તરીકે પણ આ દાખલ કાયમ રાખ. ઘટે છે. યુરોપીઅોના સહવાસના લાભ હું સમજ નથી એમ નથી, ને તેમના સારા ગુણની પૂર્ણ કદર કરું છું; પણ આ મંડળના ઉદયની ખાતર તથા બીજાં આવાં મંડળના દાખલા સારૂ આપણું દેશી ભાઈઓના માથા ઉપરજ આવાં મંડળ ચલાવવાની તથા સુધારા ને વૃદ્ધિ કરવાની જુસ્સેદારી રહેવી જોઈએ. આપણે આવું કામ સારી રીતે બજાવી નહિ શકીએ, તો