Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
હું ડેક જ ભાગ લઈ શક હતા. એ પછી ભાઈ લાલશંકરે ભૂતળવિદ્યા, મેં હિંદુસ્તાનની ભૂગોળ, અને અમારા મિત્ર વિઠ્ઠલદાસે મુંબઈ ઈલાકાની ભૂગોળ લખી, આગળ જતાં ભાઇ લાલશંકરે અને મેં સંયુક્ત કર્તા તરીકે ગુજરાતી ભાષાનું મોટું વ્યાકરણ અને મોટું ગણિત એ બે શાળોપયોગી ગ્રંથ પ્રકટ કર્યા. વ્યાકરણ માટે મુંબઈ સરકારે એક ઠરાવ બહાર પાડી અમને શાબાશી આપી હતી. ગણિત માટે પ્રોફેસર છએ અભિપ્રાય આ હતું કે તે તેમના પિતાના મરાઠી ગ્રંથ કરતાં ચઢીઆત છે. અમારા બંનેની ભાષા એવી હતી કે કણે કો ભાગ લખ્યો હશે એ જણાઈ ન આવે. એ પછી ભાઈ લાલશંકરે નાનું ગણિત બહાર પાડયું તે અદ્યાપિ સુધી પાઠ્ય પુસ્તક તરીકે ચાલે છે.”
ઘણાં વર્ષો સુધી તેઓ સરકારી બુક-કમિટીના સભાસદ હતા; તેને અંગે અનેક પ્રકારનાં પાઠ્ય પુસ્તકો તપાસવાનું એમને પ્રાપ્ત થતું હતું.. એક વખતે બુક -કમિટીમાં પાઠય પુસ્તક તરીકે વંચાતાં ત્રણ વ્યાકરણ હેપ, મહીપતરામ અને ટેલર કૃત-ના ગુણદોષ વિષે ચર્ચા થઈ હતી અને ત્રણ પૈકીનું એક પૂરૂં સંતોષકારક કમિટીને જણાયું નહોતું. એ ચર્ચા લક્ષમાં લઈને એક સારા વ્યાકરણની ઉણપ પૂરી પાડવા એમણે કાંટાવાળા સાથે ગુજરાતી વ્યાકરણ રચ્યું હતું, અને તે વિષે બુક કમિટીના એક સભ્ય મી. બેન્ટલી (Bently) ને નીચે મુજબ અભિપ્રાય મળી આવે છેઃ
“There are many good things in this new Grammer. The language is generally simple and the definition clear; the subject of analysis is well-treated and nothing could be better than the directions as to how to teach Grammer.” [ 2nd May 1883.):
એ પ્રમાણે ભોગીલાલ લિખિત લેખાવલિને પ્રશ્ન બુક-કમિટી સમક્ષ. ઉપસ્થિત થયે હતો અને તે ખામીભરી અને અધુરી જણાયાથી લાલશંકરે એ વિષય પર નવું પુસ્તક લખી આપવાનું સ્વીકાર્યું હતું, અને તે એમના તરફથી તૈયાર થઈ મળતાં, કેળવણી ખાતાએ પ્રસિદ્ધ કર્યું હતું.
અભિપ્રાય અર્થે જે પુસ્તકે તેમને મળતાં તે બહુ ઝીણવટથી વાંચી જતા તેનું એક ઉદાહરણ આપીશું. તેઓ વીરમગામમાં સબ જાજ" હતા તે વખતે ગુજરાતી ભૂગોળનું પુસ્તક તેમની પાસે તપાસવા માટે ગયું હતું. એમાં તેમને વીરમગામ તાલુકાની કેટલીક વિગતો ભૂલભરેલી. અને ખોટી જણાઈ; તે પરથી એમણે કમિટીને જણાવ્યું હતું કે --
કે સાહિત્ય, ઓગષ્ટ, સન ૧૯૨૮, પૃ. ૪૫૫.