Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૫૦ સોસાઈટીની આર્થિક સ્થિતિ સુધારવા તેઓ સતત પ્રયત્ન કરતા; અને એ લાભ મેળવવાના લોભથી સાઈટીની કેટલીક સરકારી લોન મુંબાઈને એક જાણીતા શેરદલાલદ્વારા વેચવા સારૂ એમણે મોકલી આપી હતી. એ દલાલ ભાંગતાં, સદરહુ લોનની રકમ જોખમમાં આવી પડી હતી અને તે કાર્ય માટે લાલશંકર પર કેટલાક અઘટિત આક્ષેપ એમના વિરોધીઓએ ક્યાં હતા. પણ આખરે એ રકમ મળી ગઈ હતી. આ બનાવ બન્યા પછી સોસાઈટીના નિયમોમાં ઉમેરે કરવામાં આવ્યો હતો, કે સાઈટીની લોન, ડિબેન્ચર, શેરે વગેરેની ખરીદી, વેચાણ વગેરેનું કામકાજ મુંબાઈ બેન્કદ્વારા કરવું.
સાહિત્યને એઓ જીવન વ્યવહાર અને જીવનની ઉપયોગિતાની દૃષ્ટિએ અવલોકતા; ઉપયોગિતાવાદ પ્રતિ એમનું વલણ વિશેષ રહેતું અને વિકટરિયન યુગની રીતિનીતિ અને વિચારની છાયાથી એમનું માનસ રંગાયેલું રહેતું હતું, પરંતુ કેળવણુના પ્રશ્નોમાં એમને વધુ રસ પડતો હતે.
એ કારણે સોસાઈટીનાં પ્રકાશમાં શુદ્ધ સાહિત્યની દૃષ્ટિ કરતાં, તે લોકપયેગી થાય એ વિચારને વિશેષ મહત્વ મળતું હતું અને નવું સાહિત્ય સજન આજ્ઞા કરેથી કે પૈસા આપેથી ન જ ઉદભવે એ સ્પષ્ટ છે. તેમાં વળી એમની પાસે કામ કરનાર આસિ. સેક્રેટરીઓ વારંવાર બદલાતા રહેવાથી અને સાવ કરકસરથી સોસાઈટીને વહિવટ કરવા જતાં, તેની સાહિત્ય પ્રવૃત્તિ આપણે ઇચ્છીએ તેવી ખીલી શકી નહોતી. પણ તેઓ એ માટે કહેતા કે કેવાં પુસ્તક રચાવવાં એ નકકી કરવાનું કાર્ય સાક્ષનું છે; અને તે કાર્યો માટે એમની સૂચનાથી પ્રો. આનંદશંકર ધ્રુવ, રા. રમણભાઈ અને રા. કમળાશંકર એ ત્રણ વિદ્વાનોની કમિટી નિમવામાં આવી હતી. તે પછી એવી બુક-કમિટી દ્વારા સોસાઈટીએ લખાવવાનાં નવાં પુસ્તકોની યાદી તૈયાર થાય છે.
: ટ્રેનિંગ કોલેજમાં તેઓ ભણતા હતા ત્યારથી ડુંઘણું લખવાને એમને શોખ હતો. “ગુજરાત શાળાપત્ર' માં અને બુદ્ધિપ્રકાશ' માં લખેલા એમના કેટલાક લેખે મળે છે અને એમના ગ્રંથ વિષે એટલું કહેવું જોઈએ કે તે સર્વ પાઠય પુસ્તકની ખોટ પૂરી પાડવાની દૃષ્ટિએ જાયાં હતાં.
સ્વર્ગસ્થ કાંટાવાળા એ ગ્રંથપ્રવૃત્તિના સંબંધમાં જણાવે છે, કે“સન ૧૮૬૪-૬૫ ની સાલથી અમે કંઈ ગ્રંથ લખવાને વિચાર કર્યો. પ્રથમ અમે બંનેએ મળીને નિરખ સંબંધીના એક મરાઠી નાના પુસ્તકનું ભાષાંતર કર્યું, તે ગુ. વ. સોસાઈટીએ છપાવ્યું હતું. તે પછી વિધવા વિવાહ નામક મરાઠી ગ્રંથને તરજુમો ભાઈ લાલશંકરે કર્યો, તેમાં