Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૫૦
મહીપતરામભાઈ તરફથી મળી હતી. ”+ એમના એ ગુરૂ માટે એએ તેને અનન્ય પૂજ્ય ભાવ હતા; અને એ લાગણીને વશ થઇને લાલશ કરે એમના ગુરૂનાં સર્વ સાનિક કાર્યાં, એમના અવસાન બાદ ઉલટભેર ઉપાડી લીધાં હતાં. એમના ગુરૂનું ચિરસ્થાયી સ્મારક સ્થાપવા તે કેવું. મમત્વ ધરાવતા તે બતાવવાને કાંટાવાળાના શબ્દો જ કરી ઉતારીશુંઃ
“ અમારા પૂજ્ય ગુરૂ અને મુરબ્બી રા. સા. મહીપતરામભાઈ ઉનાળાની રજામાં કાયિાવાડ ગયા હતા. પોરબંદરથી પાછા કરતાં કમભાગ્યે તેમને રસ્તામાં કાગળીયું લાગુ પડયું, તેથી અમદાવાદ આવતાંજ સ્વર્ગવાસી થયા. થાડી મુદ્દત વીતતાં લાલશ કર વાદરે આવ્યા અને મહીપતરામભાઇનું સ્મારક કરવાની વાત ઉપાડી. તેમણે કહ્યું, આપણે. બંનેએ પાંચસે પાંચસે રૂપીઆ ભરવા. તેમનો પગાર તે વખતે રૂ. ૫૦૦ કે ૬૦૦ હતા, પણ મને તેા રૂ. ૩૫૦) મળતા હતા, તેથી આપણે એક એક પગાર ભરીએ, એમ મેં કહ્યું પણ તેમને દ લીધી ને કહ્યું કે એ ગુરુ તે આપણા એના સરખા, સમભાવ રાખનાર ને સહાય કરનાર હતા, માટે આપણે સરખી રકમ ભરવી જોઇએ. અમે ને જણે રૂ. ૫૦૦) ભર્યાં. ખાદ તેમણે અમદાવાદ જઇ ઉઘરાણું શરૂ કર્યું. તેમની ખત ને પૈસા કઢાવવાની જબરી યુક્ત વડે સારી રકમ ભેગી થઈ, અને તે વડે એક અનાથઆશ્રમ મહીપતરામના નામનું સ્થાયું. '
,
કેવા સંજોગમાં તેઓ મહીપતરામના સમાગમમાં આવ્યા અને તેમણે લાલશંકરને શી સહાયતા આપી હતી, જે કારણે તેઓ એમના પર્મ અનુયાયી થઇ રહ્યા તે આપણે હવે જોઇએ.
અમદાવાદ પાસે આવેલા ગાયકવાડી ગામ નારદીપુરમાં શ્રાવણ વદ ૬, સંવત્ ૧૯૦૧ તા. ૨૩મી આગસ્ટ સન ૧૮૪૫ના રોજ લાલશ કર જન્મ થયા હતા. એમનાં માતુશ્રી માકાર એમને ન્હાના મૂકીને મૃત્યુ પામ્યાં હતાં અને તેએ ઉપનયનને ચે!ગ્ય ઉમ્મરે પહોંચતાં, તેમના પિતા
મિયાશ કર લાલશ કરને અમદાવાદ તેડી લાવ્યા ત્યાં સુધી એમનું બાલપણ. મેાસાળમાં વ્યતીત થયું હતું. પ્રાથમિક શિક્ષણ એમણે નીતી તુલજારામ મહેતાજીની શાળામાં લીધું હતું. આગળ ઈંગ્રેજી શિખાને એમણે દમ્બિ
+ સાહિત્ય-અગષ્ટ, સને ૧૯૨૯, પૃ. ૫૯. સાહિત્ય, સપ્ટેમ્બર, સન ૧૯૨૯, પૃ. પર૩,