Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 304
________________ ૨૫૩ સારો અભ્યાસ નહિ કરે, ત્યાં સુધી તમારું શ્રેય થનાર નથી; અને તમે પંgછએના વર્ગમાં જ રહેવાના.” આ ચાનક બહુ અસરકારક નિવડી; અને તેઓ બંને સન ૧૮૬૪માં મેટ્રીકયુલેશનની પરીક્ષામાં બેઠા હતા. પ્રથમ વર્ષે નિષ્ફળ જતાં, બીજે વર્ષે ફરી પ્રયત્ન કરી તેમાં સફળતા મેળવી હતી. આવા તેમના દીર્ઘ ઉદ્યોગ અને જે કામ હાથ ધર્યું તેને ખંતપૂર્વક સતત વળગ્યા રહેવાની ટેવથી તેઓ જીવનમાં ફતેહમંદ નિવડ્યા હતા. મેટ્રિકની. પરીક્ષા પાસ કરીને તેમની ઇચ્છા આગળ કેલેજમાં અભ્યાસ કરવાની થઈ હતી, પણ સંજોગવશાત તેમ કરવાનું બની શક્યું નહિ; તેમ છતાં મદ્રાસમાં લિટલ ગે (હાલની પ્રિવિયસ) પરીક્ષા વગર ટર્મ રાખે આપી શકાય છે એવી માહિતી મળતાં લાલશંકર મદ્રાસ જઈને એ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. એવામાં (સન ૧૮૭૧ ) સ્મોલ કોઝ કેટેમાં નાજરની જગો ખાલી પડી અને રા. બા. ગોપાળરાવને એક વિશ્વાસુ માણસ જોઈતો હતે. મહીપતરામની સલાહ અને ભલામણ પરથી એઓએ લાલશંકરને પોતાની પાસે કલાર્કમાં રાખ્યા. અહિ ઉપરીને એમના કામકાજથી લાલશંકરે પુરતે સંતોષ આપ્યો અને ફુરસદને સમય સબ-જડજની પરીક્ષા આપવા માટે ઘેર આગળ અભ્યાસમાં ગાળ્યો. એમાં એમની મુરાદ બર આવી. હવે એ સબ-જડજની : જગે મેળવવા તેમણે તજવીજ કરવા માંડી. એમના ઉપરી અધિકારી ગોપાળરાવ હરિ દેશમુખે, એમની સબ-જડજ તરીકે પસંદગી થવા સિફારસ કરતાં, ગવર્નરના પ્રાઈવેટ સેક્રેટરીને જણાવ્યું હતું, કે x x x I have much pleasure in stating. again that he has been in the service of Government for nearly 9 years, and has been performing the duties of the clerk of the Court for upwards of two years. Considerirg 'that lie would be very use. ful in thie Court I appointed him clerk allowiig him to retain his tutorship in the Gujarat Provincial College ( which was not in any way to interfere with the duties of the clerk ) so that he should not

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352