Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 303
________________ a - ૧ ૨પર ગણિતને માટે પુનાવાળા સ્વ. વ્યંકટરાવ અમદાવાદની આ કોલેજ ખાતે તથા હાઈસ્કૂલ ખાતે ગણિતના પ્રોફેસર નીમાયા. તેમના હાથ નીચે લાલશંકરે ગણિતને વિશેષ અભ્યાસ કરવા માંડ્યું, પણ મેં તે મારું સાહિત્ય પકડી રાખ્યું હતું. કવિતા માટે સ્વ. દલપતરામ કવીશ્વર, સંસ્કૃત માટે સ્વ. વ્રજલાલ શાસ્ત્રી અને મરાઠી માટે સ્વ. ભાસ્કરરાવ પંડિતની -નીમણુક થઈ હતી. અંગ્રેજી રા. સા. મહીપતરામભાઈ બીજા કેટલાક વિષયો સાથે શીખવતા હતા. એક વર્ષ પૂરું થયે મને શિક્ષણનુભવ શાળાના -હેડમાસ્તરની જગા મળી, અને પ્રો. વ્યંકટરાવ નોકરી છોડી વકીલાત માટે પુને જતાં તેમની જગાએ લાલશંકરને હાઈસ્કૂલના ગણિત શિક્ષક તરીકે નીમવાની ખાસ ભલામણ થતાં તે રૂ. ૫૦) ના પગારે નીમાયા."* સદરહુ નોકરી લાલશંકરને મળે તે માટે મહીપતરામે તેમની અરજી -સરકારમાં મોકલી આપતાં તેની ભલામણ નીચે મુજબ શબ્દોમાં કરી હતી “I have the honour to enclose an application from Lalshanker Umiashankar Senior Normal Scholar. I have every reason to believe that he will success. fully discharge the duties of Mathematical tutor to the Ahmedabad High School and Provincial College if he be appointed to that post. He has special aptitude for the Mathematical Science which cannot be better encouraged than by granting the favour he solicits in his application.” (No. 5 of 1865166 - dated, 18th May 1865). એમની ગણિતના વિષયમાં લાયકાત અને ઉંચા પ્રકારની શક્તિ માટે અમે એટલું જ જણાવીશું કે “એલ્ફીન્સ્ટન કૅલેજના વિદ્યાર્થીઓની સીનીઅર સ્કોલરશીપની પરીક્ષાના સવાલપત્રક વર્નાકયુલર કોલેજના વિદ્યાર્થીઓને આપીને પરીક્ષા લેવામાં આવી તેમાં લાલશંકર પહેલે નંબરે પાસ થયા હતા.” નોકરીના ચાલુ કામ સાથે તેઓ–લાલશંકર અને કાંટાવાળા–બંનેએ ઘેર અંગ્રેજીને અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ટ્રેનિંગ કેલેજમાં તેઓ હાવર્ડ વાંચનમાળાના ત્રીજા પુસ્તકના બીજા ભાગ જેટલું શિખ્યા હતા; પણ એમના ગુરૂ મહીપતરામ એઓને હંમેશા બધ કરતા કે “ જ્યાં સુધી તમે અંગ્રેજીને સાહિત્ય, એગસ્ટ, સન ૧૯૨૮, પૃ. ૪૫.

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352