Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૧૯
આવે છે. પણ જ્યારે કોઈ માણસને એમ લાગે કે મારા વિચાર એવા કીમતી છે કે મારે બેસીને તે લખી નાંખ છપાવવા જોઈએ, ત્યારે તે ઉતાવળ. કરવાનું કાંઈ પણ બહાનું નથી, તૈયારી અધુરી રાખવાનું કાંઈ બહાનું નથી. કઈ વાત ઠેષથી, અયુક્તિથી કે જેસ્સાથી લખવાનું કાંઈ પણ બહાનું નથી.
સમાપ્તિ કરતાં એક શબ્દ વધારે કહેવા ઇચ્છું છું. કાન્સ જેવા મેટા દેશની જોડે ગુજરાત જેવા અપ્રસિદ્ધ પ્રાંતની સરખામણ થઈ શકતી હેય તે મને લાગે છે કે જેમ સોસાઈટીનું સામર્થ્ય વધતું જાય તેમ ફેંચ. એકાડમી સરખું કાર્ય સાઈટી કેટલેક દરજજે કરી શકે-કેટલેક અંશે. સાહિત્યની અને સર્વ અંશે ભાષાને તે નિયામક થઈ શકે. જે જે ભાષાએમાં સાહિત્ય બહુ ઓછું હોય છે તે તે ભાષાનું વલણ એવું હોય છે કે તેના કકડા થઈ પ્રાંતીય ભાષાઓ થાય છે, અને સાધારણ વાતચીતમાં વપરાતાં વચને તેમાં દાખલ થઈ તેનું ગૌરવ ઘડે છે. ગુજરાતી ભાષાનું વલણ આવું છે. એ ભાષાને સ્થિર કરવી એ સાઈટીનું કામ છે. ખાસ કરીને, ગુજરાતીને સંસ્કૃતમયી બનાવવાના હાલ જે પ્રયત્ન થાય છે તે પ્રત્યે સાઈટીની વૃત્તિ દઢ હોવી જોઈએ. એ વૃત્તિ કેવી હેવી જોઈએ એ વિષે શિખામણ આપવાને હું એગ્ય નથી, પણ આ હકીકતથી ઈંગ્લાંડની એંગ્લેસેકસન ભાષાને લાટીન-મયી બનાવવાના પ્રયનનું મને કેટલીક રીતે સ્મરણ થાય છે. એ સંબંધે અનુભવથી જણાય છે કે જે બેલનારાઓ અને લખનારાઓ સાદા, તળપદા, ઘરગથુ શબ્દ બહુધા વાપરે છે તેઓ જ સામાન્ય લોકના હૃદય પર અસર કરી શકે છે, અને તેમને સમજાવી શકે છે. સંસ્કૃત શબ્દ દાખલ કરવાથી ભાષાને કોશ વધશે ખરે પણ તેથી ભાષાની સ્પષ્ટતા અને ભાષાનું ખરું સામર્થ્ય ઘટશે.
બાનુઓ અને ગૃહસ્થ ! તમને હવે વધારે શ્રમ નહીં આપું અને અંતે એ આશા પ્રદર્શિત કરું છું કે ગયાં પચાસ વર્ષમાં સસાઈટીની જેવી વૃદ્ધિ થઈ છે તેવીજ વૃદ્ધિ આવતાં પચાસ વર્ષમાં થાઓ.
આ પછી સોસાઈટીના પ્રમુખ ઍન. રા. બ. રણછોડલાલ છેટાલાલે મિ. લેલી તસ્દી લઈ અત્રે પધાર્યા અને આ ક્રિયા કરી તે માટે તથા આવું મને રંજક તથા બેધદાયક ભાષણ તેમણે આપ્યું તે માટે તેમને ઉપકાર માન્યો.
મિ. લેલીને હાર કલગી આપવામાં આવ્યાં અને સર્વ સભાજનોને પાન ગુલાબ આપ્યા બાદ મેળાવડો વિસર્જન થયો.