Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૩૬
આવે છે. સંસ્કૃત વિદ્યાના અભ્યાસ વધવાથી, તેનાં સરસ પુરતક ગુજરાતીમાં સમજાય એવાં કરવાના ક્રમ હાલમાં હાથ ધર્યો છે. હુન્નરકળા તે નૈસિંગ ક શાસ્ત્રની આવશ્યકતા હાલ ધણી સમજાયાથી તે વિષય ઉપર પુસ્ત રચા-વવાની આ મંડળે પહેલ કરી છે. આ રીતે જુદા જુદા માર્ગે તે જુદા જુદા વેગથી ગતિ થયા કરી છે.
હું ફરી કહું છું કે આ લાંબા કાળની કાર્ય પ્રણાલિકામાં કેટલાંક કરવાનાં કામેા રહી ગયાં હશે, કેટલાંક મેડાં કરવાનાં વહેલાં થયાં હશે, તે વહેલાં થવાનાં મેાડાં થયાં હશે; પણ માણસના કે મંડળના કામની તુલના કરતી વખત તેની બધી સ્થિતિ જોવી જોઇએ. અને ત્યાં લગી તેને ઠેકાણે આપણે હોઇએ તે આપણે શું કરીએ, તેને વિચાર પણ કરવા જોઇએ. વળી તેની આસપાસની પરિસ્થિતિ પણ કેવી હતી, તે પણ જાણવું જોઇએ; તેનાં દ્રવ્ય સંબંધી સાધન લક્ષમાં રાખવાં જેએ; તે મનુષ્યરૂપી કાર્ય કરનારા કોણ હતા, ને તે કાળના વિચાર કેવા હતા, તે પણ જોવું જોઇએ. આ રીતે બધી હકીકતના સામા તાલ કરી મૈત્ર દૃષ્ટિથી અભિપ્રાય બાંધશે તેને એમ લાગશે કે જે કે ખામી, અપૂર્ણતા ન્યૂનતા વગેરે છે તેા પણ એકંદર જે કામ થયું છે, તેથી અસાષ થવાના કંઈ આધાર નથી.
વિચારવંત પુરૂષને એમ પણ લાગ્યા વગર નહિ રહે કે જે જે અડચણાની વચમાં ગુજરાતી સાહિત્યના ઉદય શરૂ થયા છે. તે એવી સખ્ત અને ભારે હતી, કે અડચણે!ના પરાજય કરીને હાલના જેવા સાહિત્યને ઉદ્ભવ થયા એજ ચમત્કાર જેવું બન્યું છે. ખીજા દેશોમાં ભાષાને •ઉદય કેટલીકવાર શ્રીમાન નરેાના આશ્રયથી થયા છે તે આ દેશમાં પણ આગળ એમ થતું, પરંતુ ગઈ સાડીના પ્રથમ ભાગમાં દેશની સ્થિતિ ઘણી કંગાળ હતી તે એવા આશ્રયને સંભવ છેક શેડા હતા. વળી ભાષાની ખરી ખીલવણીયેાગ્ય સ્થળ ને પરિસ્થિતિમાં થાય છે. તેમાંનાં કેટલાંકના હાલના કાળમાં છેક અભાવ છે. રાજ્ય દરારી મંડળે!માં તથા તેને લગતી સંસ્થામાં વતૃત્ત્વને તથા ખીજા સાહિત્યને કેટલું પોષણ મળે છે, તે અંગ્રેજી Political Eloquence રાજકીય ભાષણેાના ગ્રન્થ વાંચનારને વિક્તિ છે. આ દેશમાં હાલની સ્થિતિમાં, તેવી જાતના સાહિત્યના ઉદ્ભવ થવાના ઘણાજ થાડે! જોગ દીસે છે. વિલાયતનાં ન્યાયમ`દિર એટલે કારો પણ સાહિત્ય ને વતૃત્ત્વને ઉત્તેજન આપનાર