Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
એમણે પાછળથી સસાઈટીની લાયબ્રેરીને ભેટ આપી હતી; અને એ ભાષા પર તેઓ એટલું મમત્વ ધરાવતા કે શાળામાં વિદ્યાર્થીઓને કહેતા કે હિન્દુ વિદ્યાર્થીઓએ તે સંસ્કૃતજ લેવું જોઈએ. “ No permission for Hindu boys."
પિતે વકીલાતની પરીક્ષા પાસ કરેલી પણ તે ધંધે નહિ સ્વીકારતાં તેઓ કેળવણી ખાતામાં જોડાયેલા અને એક શિક્ષક તરીકે એમણે એમના, વિદ્યાર્થી સમૂહપર એ પ્રબળ પ્રભાવ પાડ્યો હતો કે એમના શિષ્ય હજુ એમનું નામ મમતાપૂર્વક અને માનસહ સંભારે છે, અને સ્વર્ગસ્થ કમળાશંકરે તે ગુજરાતના આર્નોલ્ડ તરીકે એમને ઓળખાવ્યા હતા. એ વિષે લખતાં શ્રી. વૈકું લાલ જણાવે છે કે, “એમની અગાધ સ્મરણશક્તિ, વિદ્વતા, ઉચ્ચ. વિચાર અને સાદાઈથી શિષ્ટ તથા શિક્ષકોમાં એમને રુઆબ પ્રથમથી જ સારો પડી ગયો. શિક્ષકોની-આસિસ્ટની પણ મગદૂર નહિ કે કામમાં હરામખોરી કરે યા ડિસિપ્લિન તેડે.":
વિદ્યાથી આલમમાં પણ એમની શિષ્ટતાની સેહ પડી ગયેલી; એવા એક પ્રસંગનું વિનોદભર્યું વર્ણન શ્રી નરસિંહરાવે એમના “સ્મરણ મુકુર” માં પ્રતિબિંબિત કર્યું છે. તેઓ જણાવે છેઃ
“અમદાવાદ હાઇસ્કુલમાં છઠ્ઠા ધોરણમાં ભણતો હતો તે અરસામાં નવા હેડ ભારતર એક આવનાર છે, એમનું નામ અંબાલાલ, એ બહુ કડક છે, સખત નિયમ અને આજ્ઞા પળાવનારા છે, ઈત્યાદિ હેમની ખ્યાતિ અગાઉથી આવી હતી; સ્કૂલના તોફાની છોકરાઓને આ ખ્યાતિ ગભરાવનારી થઈ; મહારા જેવા શાન્ત છોકરાઓને પણ એ સ્વભાવવણના હદયને આકર્ષના તે નાજ નીવડયું. “વાગી વાગી નિશાળમાં હાક, અંબાલાલ આવ્યા રે –એમ તેમના આગમનનું વર્ણન થઈ સકે. બળદના બે ગેણિયાં જડેલી ઉઘાડી ડમણુમાં બેઠેલા, કરમજી ડગલે પહેરેલા, અંબાલાલ આવ્યા. (આ ગણિયાગાડી અને ડગલ અંબાલાલનાં નિત્ય સંબદ્ધ ચિહ્ન હતાં). આવ્યા ત્યહારે દઢતાની રેખાવાળી તેજસ્વી મુખમુદ્રા છતાં પ્રતાપ સાથે કાંઈ ગુપ્ત મેહનીવાળું મુખનું તેજ એ સ્વરૂપે બધા છોકરાને અભુત વશીકરણ મંત્રથી બાંધી લીધા. તોફાનીમાં તેફાની એક પારસી છોકરે બેલ્યો “જબરો જણાય છે. આ એ છોકરાની પર ભાષામાં છતાં માનની ઉપહારણી હતી.”+
: “બુદ્ધિપ્રકાશ” સન ૧૯૧૮, પૃ. ૩૫૭ + સ્મરણમુકુર, પૃ. ૮૦.