Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯
આવશ્યક મનાતું; તેનું શિક્ષણ પણ એમને આપવાનું વિસરાયું નહોતું. છેટાભાઇ પોતે ફારસીના સારા જ્ઞાતા હતા. વળી એક હિન્દુ તરીકે સંસ્કૃત તે શિખવુંજ જોએ, એ દૃષ્ટિએ એમને સંસ્કૃતનું શિક્ષણ આપવા ગોઠવણુ કરી હતી. તે વિષે રણુઅેમ્ભાના ચરિત્રકાર જણાવે છે:
"His father arranaged for him to study the sacred language under a Pandit named Bindu Vyasa, with whose assistance he made a rapid progress in both Sanskrit literature and philosophy. "
આમ એમના શિક્ષણ માટે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા થઇ હતી અને શ્રીયુત નરસિંહરાવભાઇના શબ્દોમાં કહીએ તે “ રણછેાભાઇ જૂના જમાનાંની અપૂર્ણ ભાસતી પણ આત્મબળથી પ્રાપ્ત કરેલી ઘરગથ્થુ કેળવણીતો પાક હતા; સંસ્કૃત, ફારસી, અંગ્રેજી જાતેજ સંપાદન કરેલાં હતાં. ” રષ્ઠોડભાઇને અંગ્રેજી શિક્ષણ આપવાની ગેઠવણુ સારાભાઇ મારફત થઇ હતી; ત્યારથી એમને ભાળાનાથ સાથે ખાળમૈત્રી બંધાઈ હતી.
2
સન ૧૮૪૨ માં ભણવાનું સામાન્ય રીતે પૂરૂ' થતાં, રણછોડભાઈને અમદાવાદમાં કસ્ટમ ખાતામાં રૂ. ૧૦ માં ખાનગી કલાર્કની જગા મળી; અને એમનું કામ સતાષકારક માલુમ પડતાં, ઉપરી આધકારીએ એ વર્ષમાં રૂ. ૨૦ ના પગારે એમની ઘેાત્રામાં નિમણુંક કરી હતી.
સરકારી નેકરીમાં ડાંશિયારી અને કાર્યદક્ષતાથી તે એક પછી એક ઉંચે આષે વધતા ગયા. છેવટે પંચમહાલના પોલિટીકલ એજ’ટના આસિ. સુપ્રિન્ટેન્ડન્ટના પદે—જે હિન્દીઓને કવચિત્ મળતું-પહાંચ્યા અને રૂ. ૩૦૦ ને તેમના પગાર થયા.
દરમિયાન સન ૧૮૫૯ માં લુણાવાડાના રાજાનું મૃત્યુ થયું. ગાદીના વારસ તરીકે સ્વસ્થે એક નર્દિકના સગાની પસંદગી કરી હતી. એ વર્ષમાં તેનું મૃત્યું થયું, તેથી રાજમાતાએ ખાલી પડેલી જગાએ દલેલસિંહની નિમણુંક કરી. એ નિમણુંક પોલિટીકલ એજંટ મંજુર કરે તે પહેલાં રાજમાતા ગુજરી ગયાં; એ પરથી રાજ ખટપટ જાગી, તેમાં રણછેડભાઇનું નામ સંડેવાયું, કહેવાતી લાંચ વિષે તપાસ થ, તેમાંથી
+ A Memoir of R. B Ranchhodlal Chhotala), page 9. * મરણ મુકુર-પૃ. ૩૪.