Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૧૮ હાલ તેમજ છે. હરેસ અને વઈલને મિસીના પાસેથી મદદ મળી હતી. ડૉ. જોન્સને એવી મદદ લૈર્ડ ચેસ્ટરફીલ્ડ પાસેથી મેળવવાનો પ્રયત્ન કર્યો હતું, તેને વૃત્તાંત સુપ્રસિદ્ધ છે. ગુજરાના જુવાન ગ્રંથકાર આવી મદદ ગુજરાત વર્નાકયુલર સોસાઈટી પાસેથી મેળવવાની આશા રાખે છે અને જે. તે પાત્ર હોય તે તેની આશા ફેકટ જતી નથી.
મને લાગે છે કે, એમાં બીક એટલી જ છે કે સાઈટીના ગૃહસ્થ અલબત દયાવંત હોવા જોઈએ. અને તેથી કોઈ વખતે તેમને એવી વૃત્તિ થાય કે પુસ્તક સારું છે તે માટે નહીં, પણ ગ્રંથકાર ગરીબ છે તે માટે મદદ કરવી. તેથી, ગયે વર્ષે ફેસાઇટી પાસે આવેલી આઠ ચેપડીઓને આશ્રય આપવાને ના પાડવામાં આવી એ સારું ચિહ્ન છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે કંઇ બુદ્ધિના, નીતિના કે સાક્ષરતાના સસાઈટીએ કરેલા ધોરણથી ઉતરતું હોય તે ઉખેડી નાંખવા લાયક ઘાસ સરખું છે; ઉછેરવા લાયક પુષ્પ સરખું નથી. જે સાહિત્યનું રક્ષણ સોસાઈટી કરે છે તેને એવી વસ્તુ અગતિ પમાડે છે. તેને ઉત્તેજન આપવું ન જોઈએ પણ ફાંસી દેનાર ચંડાળ પાસે બાળી નંખાવવું જોઈએ. ગ્રંથકારનું લખાણ જે ઉમદા કે બોધદાયક હોય તે તેને સર્વથા સહાય કરવી જોઈએ, તેને માન આપવું જોઈએ, અને તે લખાણ વાંચવું જોઈએ; પણ એમ ન હોય તે. બને તેટલી ત્વરાથી તેને ઉચ્છેદ કરી નાંખવું જોઈએ. આ વિષયમાં એક સિદ્ધાંત અગત્યને છે અને વખતે સોસાઈટીના ધ્યાનમાં તે હજી સુધી નહીં. આવ્યું હોય પણ મને આશા છે કે, સેસાઈટી પિતાની પદવીનું વજન આપી
એ સિદ્ધાંત બધા પર અને ખાસ કરી જુવાન માણસ પર ઠસાવશે. એ સિદ્ધાંત એ છે કે, પુસ્તક લખવું એ બહુ ગંભીર વાત છે. વાણની શક્તિ જ ગંભીર છે. એ શકિતવડે ઉચ્ચારેલ શબ્દ બીજા ચિત્તમાં ઠસાવી શકાય છે, અને ત્યાં તે ખટક્યાં કરે કે ગુંચવાયાં કરે છે, વિમાર્ગે ગતિ કરાવે, અથવા તે, એમ પણ બને કે એ શબ્દ એવું ઉત્તેજન કે એવો બોધ આપે કે વર્ષોના વર્ષ સુધી તેની અસર પહોંચે. ત્યારે શબ્દોને કાગળ અને શાહીનાથી આભૂષિત કરવા એ કેટલું બધું વધારે ગંભીર કામ છે? એ ક્રિયાથી ખોટી દલીલ અથવા જૂઠી હકીકત અથવા અધપાત કરાવનારી સૂચના એક મનુષ્યના નહિ પણ સેંકડે મનુષ્યોના મનમાં પ્રવેશ કરે, અને તે એકજ વખત નહીં પણ વર્ષોનાં વર્ષો સુધી ફરી ફરી પ્રવેશ કરે. આપણે બધા વ્યર્થ શબ્દ ઉચ્ચારવાને દોષ કરીએ છીએ. વગર નિમંત્રણે એવા શબ્દો