Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
હતું એટલે કંઈક ગુંચવણ થવા પામી હતી અને તે કાર્યની સુપરત સંબંધી વર્તમાનપત્રમાં ચર્ચા પણ ઉદ્દભવી હતી. તેથી માત્ર ત્રણ પુસ્તકે સેસાઇટી લખાવી શકી અને તે ત્રણ નીચે પ્રમાણે હતાઃ
લંડ લેરેન્સ, અનુવાદક, શ્રીયુત વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય, એલ્ફીન્ટન, અનુવાદક શ્રીયુત ચુનીલાલ માણેકલાલ ગાંધી અને રણજીતસિંહ, અનુવાદક, રા. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી.
એ ત્રણ પૈકીના રા. ચુનીલાલ ગાંધીએ અન્ય ક્ષેત્રમાં ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે અને બીજા બે નામે ગુજરાતી સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. - બેન્જામિન કાંકલિનનું ચરિત્ર એક ઉત્તમ પુસ્તક છે. એ વિષય જ એ પ્રબોધક છે કે તેનું વાચન પ્રોત્સાહક થાય. તેની ત્રણ આવૃત્તિઓ થઈ છે તે તેની લોકપ્રિયતા સૂચવે છે અને સામાન્ય પરીક્ષા શ્રીયુત મોતીબાઈ અમીન તરફથી લેવાય છે, તેમાં હમણાં વાચન માટે એ પુસ્તકની પસંદગી થઈ હતી. એજ લેખકનું “જિંદગીનું સાફલ્ય” નામનું પુસ્તક એટલુંજ સરસ નિવડયું છે. જીવનના ઘડતરમાં તે એક મિત્રની જેમ મદદગાર થાય છે. એમની અન્ય કૃતિ સોસાઈટી સારૂ લખેલી, ગુજરાતનો ઇતિહાસ બે ભાગમાં છે. ગુજરાતના એક પ્રમાણભૂત ઇતિહાસ ગ્રંથ તરીકે તેનું મૂલ્ય મહયું છે. જે જે ક્ષેત્રમાં રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈએ બીડું ઝડપ્યું છે તેમાં એમનું કાર્ય હમેશાં યશસ્વી નિવડયું છે. એમની સાહિત્ય પ્રવૃત્તિ પણ એવી સફળ જણાઈ છે.
પ્રેસિડન્ટ લિંકનનું ચરિત્ર સ્વર્ગસ્થ મણિશંકર રત્નજી ભટ્ટ લખી આપ્યું હતું અને તેને ઉપઘાત એમના મિત્ર છે. બલવન્તરાય ઠાકરે લખ્યો હતો. તે પછી લિંકન વિષે પુષ્કળ નવી માહિતી ઉપલબ્ધ થઈ છે.
ગુલામને મુક્તિ અપાવવામાં એમનું નામ ચિરસ્મરણીય થયું છે. આપણું દેશમાંથી હજી ગુલામી નષ્ટ થઈ નથી. કાલીપરજને પ્રશ્ન હજી અણઉકેલાયે આપણી સમક્ષ પડે છે અને અંત્યજને પ્રશ્ન એથી પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ સંજોગમાં પ્રેસિડન્ટ લિંકનનું નવું ચરિત્ર પુસ્તક નિઃશંક બળપ્રેરક અને માર્ગદર્શક થાય.
મણિશંકરની ભલામણપરથી દત્તકૃત પ્રાચીન ભારતને અનુવાદ કરી આપવાનું કાર્ય . લક્ષ્મીશંકર મેરારજી ભદને સંપાયું હતું. તેઓ પ્રથમ
» જુઓ વાર્ષિક રીપોર્ટ ગુ. વ. સં. સન ૧૮૯૩.