Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૮૮
લેખકની શક્તિ આશ્રમ પમાડે છે. સ્વ સ્થ ગંગાશંકર વૈષ્ણવનું રચેલું ‘પદા વિજ્ઞાન’ પણ એક પાય પુરતક તરીકે ઉપયેાગી નિવડયું છે; અને ખગેાળને પરિચય કરાવતું રા. આત્મારામ દિવાનીનું ‘ પૃથ્વી ' વિષેનું વ્યાખ્યાન સામાન્ય વાચકને પણ રસપ્રદ થશે.
,,
વૈદકની દૃષ્ટિએ સ્વસ્થ દોલતરામ કાશીરામ પંડિત અનુવાદિત “ છેકરાની આરેાગ્યતા ” અને દેવશંકર મેાતીરામે કરેલા ડેા. ભાલચદ્ર કૃષ્ણના મરાઠી પુસ્તક “ અબળા સંશ્ર્વન ’ના તરજુમે! એ બંને ઉપયોગી ગ્રંથા છે; અને ઔષધ કાશ, ભા. ૧ ચમનરાય શિવશંકર સયૅાજિત વૈદ્યાને એક મહત્વનું રેફરન્સ પુસ્તક થઈ પડયું છે. આજે પણ, તે કે તે કાશ અપૂર્ણ છે છતાં, તેની માગણી થયા કરે છે.
સ્ત્રી લેખકોમાં ગુજરાતી સ્ત્રી સમાજના ભૂષણુરૂપ જાણીતા વિદુષી મ્હેન સા. શારદા સુમન્ત મહેતાનું મીસ ક્લારન્સ નાઇટિંગલનું ચરિત્ર' વાચકને પ્રેરણાત્મક થશે. પ્રસ્તુત વિષય લેત્રામાં લેખકની સેવાવૃત્તિ જે જાણીતી છે, તે એમનાં વનના આદર્શનું પ્રતિબિંબ પાડતું ન હોય એમ ભાસે છે. આ પુસ્તક પ્રસિદ્ધ થયે લગભગ પા સદી વીતી ગઈ છે. એ પછી મીસ લારન્સ નાઇટીંગલના જીવન સબંધમાં પુષ્કળ નવી માહિતી પ્રાપ્ત થઈ છે. એમના જીવનને નાટકરૂપે પણ રજુ કરવામાં આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે સી. શારદામ્હેન સદરહુ ચરિત્ર તદ્દન નવેસર લખી આપે.
સૈા. સગુણા વ્હેન ભાનુસુખરામ, જેમના પતિ અને પુત્ર અને સાહિત્યકાર છે, એમણે ઓબેધિક સતી ચિરત્રા” એ નામનું એક ન્હાનું પુસ્તક રચી આપ્યું હતું; અને અહિંના જાણીતા દાવર કુટુંબની ત્રણ બાનુએ–દાવર મ્હેતાનું “ નામાંકિત નારી ''-એમાં યુરેાપની કેટલીક પ્રસિદ્ધ સ્ત્રીઓનાં ચરિત્ર વર્ણવવામાં આવ્યાં છે, જે સ્ત્રીઓને માદક થશે. સ્વસ્થ સુમતિ અેનનું સદ્ગુણી સ્ત્રી ’ એ પુસ્તક પણ મ્હેતાને સહાયક થશે. આ અનુવાદ પુસ્તક લેખક અેનની શક્તિને સરસ પરિચય કરાવે છે. એક કવિયત્રી તરીકે એ અેને સારી કીતિ મેળવેલી છે. એમની કવિતાના સંગ્રહ “ હૃદય ઝરણાં ” નામે વસન્ત માસિકે તેના ઉપહાર તરીકે વહેંચ્યા હતા.
29
((
• ગુજરાતી પંચ’ની ભેટ તરીકે એમનું “ શાન્તિદા' નામનું પુસ્તક વાંચ્યું ત્યારથી એ મ્હેનની બુદ્ધિશક્તિ માટે બહુ ઉંચા અભિપ્રાય ખંધાયા