Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૦૨ કેટલાક વહિવટી નિયામાં વાર્ષિક સામાન્ય સભા ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર માસમાં ભરવાનું જણાવેલું હતું, તે ફેરવીને તા. ૩૦ મી જુન પહેલાં ભરવી એ પ્રમાણે શબ્દો સુધારવામાં આવ્યા હતા અને સંસાઇટીનું નાણું એકલું મુંબાઈ બેન્કની સેવિંગ્સ બેન્કમાં રેકવાને નિયમ હતે તેમાં “અથવા પિષ્ટ ઓફીસ સેવિંગ્સ બેન્ક” એટલા શબ્દો નવા ઉમેરવામાં આવ્યા હતા.
સસાઈટીનું નાણું સામાન્ય રીતે સરકારી લોનમાં રોકાતું હતું પણ સન ૧૮૮૮ માં અમદાવાદ મ્યુનિસિપાલીટી તરફથી પાંચ ટકાનાં ડિબેન્ચર કાઢવાનું નક્કી થતાં, લેનની પેઠે મ્યુનિસિપલ ડિબેન્ચર એ બન્નેમાં સંસાઇટીનાં નાણાં રેકવાને સામાન્ય સભાએ ઠરાવ કર્યો હતો.+
ઉપર, સેસાઇટીના સભાસદો વધારવાને તેના નિયમોમાં જે સુધારા અને ઉમેરા કર્યા તેની નોંધ લેવાઈ છે; અને તે તત્ત્વ વધુ આકર્ષક કરવાને સન ૧૮૯૨ માં કલમ ૧૭ માં સભાસદોને ભેટ આપવાનાં પુસ્તકોના સંબંધમાં નીચે પ્રમાણે સુધારે કરવામાં આવ્યો હતો :
“એક રૂપિયા ઉપરાંતની કિંમતની ચોપડી સેસાઇટી તરફથી પહેલીવાર પ્રસિદ્ધ થાય તે ચેપડી કઈ લાઈફ મેમ્બર રાખે તે આ નિયમ પ્રમાણે તેની પાસેથી એક નકલ બદલ પહેલીવાર રૂ. ૧ ઓછો લેવામાં આવશે.”
આર્થિક લાભની દષ્ટિએ આજીવન સભાસદ સારું આ સુધારે મહત્વનો હતો.
પરંતુ સાઈટીના સંચાલકો એટલેથી અટક્યા નહિ. સ્ત્રી કેળવણુને પ્રચાર તે સમયે ઓછો હતો અને જુજ જ સ્ત્રીઓ સેસાઇટીમાં મેમ્બર થતી; તેમ સામાન્ય સ્થિતિના મનુષ્ય માટે લવાજમ ભરવા સારૂ હફતાની યોજના કરી હતી તે ફત્તેહમંદ નિવડી નહિ; પણ મહેતાજી વર્ગ જે સંસાઈટીના કાર્યમાં રસ લેતો હતો તેમને સોસાઈટીના સભાસદ થવાની સવડ કરી આપવા, સન ૧૮૯૬ માં સ્ત્રીઓ અને રૂ. ૩૦) ની અંદરના પગારદાર શિક્ષકો માટે સામાન્ય સભાએ નીચેને ઠરાવ કર્યો હત, તે યોગ્ય જ હતું?
* ગુ. વ સો. ને વાર્ષિક રીપોર્ટ સન ૧૮૮૭, પૃ. ૧૦. * w w w સન ૧૮૮૮, પૃ. ૧૩.
સન ૧૮૯૨, પૃ. ૧૬
• •