Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૯
સાસાઇટીનાં ધારાધારણ
"Wisdom is the daughter of Experience Truth is the daughter of Time.
[ Leonardo ]
99
સાસાઇટીનું બંધારણુ શરૂઆતમાં કામપુરતું અને સંક્ષેપમાં ઘડાયું હતું; પણ તેનું કાય જેમ વધતું અને ખીલતું ગયું તેમ નવી પરિસ્થિતિને પહેાંચી વળવા સારૂ તેમાં સુધારાવધારા કરવાની તેમ વધુ કલમેા ઉમેરવાની અગત્ય જણાવા લાગી. તે પરથી એ સઘળા નિયમે કમિટીએ નવેસર વિચારી તપાસીને સન ૧૮૭૨ માં સુધારાવધારાવાળા અંધારણના ખરા વાર્ષિક સામાન્ય સભામાં મંજુર કરાવ્યા હતા; તે વૃત્તાંત પહેલા ખંડમાં અપાઈ ગયા છે.
સન ૧૮૭૯માં કચ્છ રીજન્સી કૈાઉન્સિલે ગિબ્સ સ્મારક ક્રૂડ રૂ. ૨૫૦૦) નું સોસાઇટીને ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યુદય અર્થે સાંપવાના નિર્ણય કર્યોં અને તેનું ટ્રસ્ટડીડ મુંબાઇમાં તેમના સે:લિસિટરને તૈયાર કરવા માકલી આપતાં, તેએએ સાસાઇટી કાયદેસર નોંધાયલી સંસ્થા નથી એ પ્રશ્ન ઉપસ્થિત કર્યાં. આવા નજીવા કારણસર તે ક્રૂડ આવતું અટકે નહિ તેથી રા. સા. મહીપતરામે સાસાઇટીને સન ૧૮૮૦ માં સન ૧૮૬૦ ના ૨૧ મા એકટ પ્રમાણે રજીસ્ટર કરાવવા તાબડતા” વ્યવસ્થા કરી. અહિં એક ક્ષુલ્લક. કાયદાની ગુંચ ઉભી થઇ હતી. સદરહુ એકટ સન ૧૮૬૦ માં પસાર થયેા હતે. અને સાસાટીની સ્થાપના સન ૧૮૪૮ ના ડિસેમ્બર માસમાં થઇ હતી, એટલે મૂળ એકટમાં દર્શાવેલી કેટલીક વિગતાનું પાલન થઈ શકે એમ નહેતું. સરવાળે એ અગત્યની વસ્તુ નથી એમ ગણી જોઇન્ટ સ્ટાક કંપનીના રજીસ્ટ્રારે એ વાંધા જતા કર્યાં હતા.
સદરહુ રજીસ્ટ્રેશન માટે સરકારમાં સાસાઇટીનાં ધારાધોરણુ મેકલી આપતી વખતે કમિટી તે ફરી તપાસી ગઈ હતી; અને સાસાઇટી કેળવણી વિષયક કાર્ય પણ હાથ ધરી શકે એ સ્પષ્ટ કરવાને સાસાઇટીના મૂળ