Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૦૩ સંસાઈટીના ધારાની બીજી કલમની ત્રીજી લીટીમાં “ જન્મપર્યંતના મેમ્બર ” એ શબ્દોની પછી “સ્ત્રીઓને તથા માસિક ત્રીસ રૂપિયાના પગારની અંદરના શિક્ષકોને રૂ. ૨૫ લઈ લાઈફ મેમ્બર કરવામાં આવશે."+
આના આગલા વર્ષે, આજીવન સભાસદોની પેઠે સાર્વજનિક પુસ્તકાલય સાઈટીનું માસિક બુદ્ધિપ્રકાશ અને સોસાઈટીનાં પ્રકાશનેને લાભ લઈ શકે એ શુભ આશયથી, આજીવન સભાસદની માફક સાર્વજનિક પુસ્તકાલયો પાસે રૂ. પ૦) નું લવાજમ લઈ, તેમને રજીસ્ટર કરવાને નિર્ણય થયો હતે.
જ્ઞાનપ્રચારના કાર્યમાં સોસાઈટીનું આ પગલું જેટલું આવશ્યક તેટલુંજ લપકારક હતું એમ કહેવામાં અમે અતિશયોક્તિ કરતા નથી.
એ ઠરાવ નીચે પ્રમાણે હતો :
કઈ સાર્વજનિક લાઈબ્રેરી મદદ માટે સંસાઈટીમાં રજીસ્ટર થવા ભાગે તો તે બદલ ફી. રૂ. પ૦) એક વખત લેવામાં આવશે. વ્યવસ્થાપક કમિટી, એગ્ય લાગે તે સાર્વજનિક લાઈબ્રેરીને ફી લઈ રજીસ્ટર કરશે. એવી રીતે રજીસ્ટર થએલી લાઈબ્રેરી ચાલુ રહે ત્યાં સુધી તેને લાઈફ મેમ્બરને જે પ્રમાણે પુસ્તક તથા બુદ્ધિપ્રકાશ બક્ષીસ આપવામાં આવે છે તે પ્રમાણે આપવામાં આવશે.”
અંતમાં સાઈટીનાં નાણાંના વહિવટના સંબંધમાં થયેલા બે ઠરાવો આપીશું :
સન ૧૮૯૩ માં ૧૨ મા નિયમમાં નીચે મુજબ ઉમેરે કરવામાં આવ્યો હતો –
કોઈ ગૃહસ્થ અથવા મંડળી ટ્રસ્ટ તરીકે સાઈટીને કઈ શેરઆપે અને જે તે શેર લીમીટેડ જવાબદારીના હોય અને તેના બધા કોલ ભરાઈ ગયા હોય તે તે ટ્રસ્ટ સ્વીકારવાને હરકત નથી; અને તે પ્રસંગે ટ્રસ્ટ આપનારની ઈચ્છા પ્રમાણે ટ્રસ્ટની રકમ રોકવાની સોસાઇટીને સત્તા છે.
સરકારી પ્રોમીસરી નેટો, મ્યુનિસીપલ ડિબેન્ચર્સ અને બીજા શેરે જે સોસાઈટીના નિયમ પ્રમાણે લીધા હોય તે વેચવાને અને તેનું નાણું
+ ગુ. વ. સ. ના વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૫, પૃ. ૨૩. - ગુ. વ. સે. ને વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૪, પૃ. ૨૨.