Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
આ સા પુસ્તકમાં પંડિતા જમનાબહેનનું પુસ્તક “સ્ત્રી પોકાર” પ્રચલિત પુરુષરાજ્ય સામે બંડ ઉઠાવે છે. ખેને બંડ કરતી થશે ત્યારે જ હિન્દુ સમાજ સુધરશે; અને પુરૂષ વર્ગ પણ સ્ત્રીઓના સમાન હકક અને રવાત સ્વીકારવાની સાથે, તેમને પૂરે ન્યાય આપશે. - સ્ત્રીઓનું સન્માન થવા સ્વર્ગસ્થ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલે
સંસારમાં સ્ત્રીની પદવી", એ નામનું એક સુંદર પુસ્તક રચ્યું હતું. - સ્ત્રી ગૌરવ અને સ્ત્રીની મહત્તા પ્રતિપાદન કરતું એ પુસ્તક એકવાર જોઈ જવા અમે વાંચક બંધુને ભલામણ કરીશું.
ગુજરાતી સાહિત્યકોમાં એમણે એમની કૃતિઓથી પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ અહદિક અને ઋર્તિદાયક જણશે. એમનું આખું જીવન એક પત્રકાર તરીકે વ્યતિત થયું હતું; અને એમના અગ્રલેખે સમજપૂર્વક, ગંભીરતાથી, સંયમ જાળવીને પણ ભારપૂર્વક લખાતા, જે વાચકને વિચાર કરવા પ્રેરી, તેના આદરપાત્ર થતા હતા.
આપણે દેશમાં બારતેર વર્ષની વય થતાં, કન્યાઓ લગ્નથી જોડાઈ, તેમને તેમને અભ્યાસ અધવચ્ચે પડતા મૂક પડે છે. તે કારણે તેમને માનસિક વિકાસ આગળ થતું અટકે છે; અને ‘એવી બાળાઓની સંખ્યા - બહુ મોટી છે. એવી મોટી થયેલી બાળાઓને અગાડી અભ્યાસ કરવાનું કેમ બની શકે એ પ્રશ્ન શ્રીયુત જગજીવન દયાળજી મોદીએ “મોટી ઉમરની હિન્દુ સ્ત્રીઓની કેળવણી” એ નિબંધમાં ચર્ચા છે.
એક કાબેલ અને હુંશિયાર મહેતાજી તરીકે શ્રીયુત જગજીવનદાસ મદીની નામના બહેણી છે; અને એક સાહિત્યકાર તરીકે પણ એમની -ગણના થયેલી છે. પાછળ રહીને કામ કરવાના સ્વભાવથી એમનું સાહિત્ય કામ બહાર બહુ જાણવામાં નથી; પણ એ ભાઈની આ મુંગી સેવા જેમને પરિચિત છે તે તેની મુકતા કઠે પ્રશંસા કરે છે.
વૈતાળ પચ્ચીસી' નામને જુની ગુજરાતીને ગ્રંથ એમણે એડિટ કર્યો છે, તે એમને એ વિષય પ્રતિને શેખ દર્શાવે છે; અને એમનું
દયારામ” ચરિત્ર સાહિત્યરસિકોએ વિચારવા જેવું છે. તેમાંની માહિતી પુષ્કળ શ્રમ લઈને. જાત તપાસ પરથી તેમણે પેલી છે.
+ એમના જીવનચરિત્ર માટે જુઓ એમના પિતા સંગ્રહ.