Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯૨ મૂળ આવૃત્તિનાં ચિત્ર વગેરે આમાં અપાયાં નહોતાં. તે સંબંધમાં મનઃસુખરામને ઉત્તર નીચે પ્રમાણે મળી આવે છે?
“ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ રાસમાળાનું પુસ્તક સચિત્ર કિંવા અચિત્ર પ્રસિદ્ધ કરવું એ વિષે અત્રસ્થ સભાની કંઈ સૂચના કે આગ્રહ નથી. એ સંબંધમાં તે ત્યાંની અનુકુળતાનુસારે આપે કરવાનું છે.”
- એકજ આવૃત્તિ કાઢવાની સોસાઈટીને રજા મળી હતી. હમણું તેની ત્રીજી આવૃતિ શ્રી ફૈબસ સભાએ પ્રસિદ્ધ કરી છે.
એ પુસ્તક જ દેશપરદેશમાં ફાર્બસની કીર્તિ પ્રસારશે, અને કાયમ રાખશે.