Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯પ
જનતાને પરિચય કરાવવાનું માન સ્વર્ગસ્થને ઘટે છે. “હું પોતે” લખીને એમણે ગુજરાતીમાં આત્મવૃત્તાંત લખવાની પહેલ કરી હતી, જો કે તેમાંના એમના કેટલાક અભિપ્રાય સાથે આપણે સંમત થઈ શકીશું નહિ.
ગમે તેવા એમના લેખનના દોષ હોવા છતાં નારાયણે ગુજરાતી સાહિત્યને અભ્યદય કરવામાં જીવનભર પ્રયત્ન કર્યા હતા; અને અનેકને તેમના પુરતક વાચનમાંથી કાંઈકને કોઈ પ્રેરણા, વિચાર આનંદ કે પ્રોત્સાહન પ્રાપ્ત થયા હતાં ને થશે, એ નિઃસંદેહ છે.
“લંકાને ઈતિહાસ અને ડેમેનિસનું ચરિત્ર એ બે પુસ્તકો પરમાનંદ ભોળાભાઈ પારેખે મરાઠી પરથી લખ્યાં હતાં. પુત્રવિરહના દુઃખમાં તેઓ ગરક થયા હતા તે વખતે આશ્વાસન મેળવવા તેમને ગોપાળ હરિ દેશમુખે કેટલાંક મરાઠી પુસ્તકો મોકલી આપેલાં તેમાં આ બે હતાં અને તે પસંદ પડવાથી એમણે તે ગુજરાતીમાં ઉતાર્યા હતાં. પછીથી સોસાઈટીને તે પ્રસિદ્ધ થવા માટે મોકલ્યાં હતાં. બંને પુસ્તક જ્ઞાનબોધક છે.
ગણપતરાવ ગોપાળરાવ બર્વના જીવનની ટુંકમાં માહિતી, ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૩ માં આપેલી છે. ગુજરાતમાં ઉછરવાથી ગુજરાતી પ્રતિ એમને સારી પ્રીતિ બંધાઈ હતી; અને ગુજરાતી માસિકોમાં તેઓ વારંવાર લેખો લખી મેકલતા. એવા એમના ઘણા લેખો બુદ્ધિપ્રકાશમાં છપાયેલા છે.
અનાદિ કાળથી ચાલતી આવેલી પ્રાણુંજ સૃષ્ટિ” અને “હિદની ખનીજ સંપત્તિ', વસ્તુતઃ ચોપાનિયાં જ છે. પહેલામાં શર્વિનના ઉત્ક્રાંતિવાદને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને બીજામાં હિન્દુસ્તાનની કાચી ધાતુઓ, જે વેપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ મૂલ્યવાન છે, તેને લગતી સામાન્ય માહિતી આપેલી છે.
ત્રિકમલાલ દામોદરદાસ કપડવણજના વતની હતા. અમારી માહિતી પ્રમાણે તેઓ વકીલ હતા, પરંતુ હુન્નર ઉદ્યોગ તરફ વિશેષ વલણ હતું અને એિ વિષયને અભ્યાસ કરીને એમણે “ સિમેન્ટ,” “ઇલેકટ્રોપ્લેટીંગના હુન્નર,
તેજાબ', અને “વાનિસ’ એ ચાર પુસ્તક સંસાઈટીને લખી આપ્યાં હતાં. તેમાંના ઈલેકટ્રોપ્લેટીંગના હુન્નર પુસ્તકનો ચાલુ ઉપાડ થતું રહે છે. અને છેલ્લી યુરોપીય લડાઈ દરમિયાન તેજાબ અને વનિસ માટે અવાર-નવાર તેના ધંધાદારીઓ તરફથી માગણું થયા કરતી હતી. અમારા જાણવા પ્રમાણે એમણે અમદાવાદમાં કાચ અને સાબુનું કારખાનું પણ કાઢયું હતું.
• વધુ માહિતી માટે જુએ “બુદ્ધિપ્રકાશ " સન ૧૯૧૧, માર્ચ.