Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯૪
એટલું જ નહિ પણ સાથે ઈગ્રેજી, મરાઠી, હિન્દી, બંગાળી વગેરે ભાષાને અભ્યાસ કરવાની તક સાંપડી તેમજ જુદે જુદે સ્થળે પ્રવાસ કરવાનું બની આવ્યું. ચાર ચાર વાર તેઓ યુરોપ અમેરિકાના પ્રવાસે ગયા હતા અને તે પણ એમની પાસે કશા મંડળ વિના જ. ફકીરની જેમ તે સાદું જીવન ગાળતા; માત્ર કફનીની જ ફિકર. લેખનકાર્ય દ્વારા અને મિત્રોની મદદથી જે કાંઈ નાણું પ્રાપ્ત થાય તે વડે તેઓ પિતાને નિર્વાહ કરતા. લંડનમાં નિવાસ દરમિયાન તેઓ ઘણેખરે વખત બ્રિટિશ મ્યુઝીબમાં ગાળતા; અને વાચન દરમિયાન જે કાંઈ જાણવા વિચારવા જેવું તેમની નજરે ચઢતું તેને તે તુરત ગુજરાતીમાં તરજુમે કરી નાંખતા. વળી માસિક અને વર્તમાનપત્રોમાંથી તેઓ ઉપયોગી લેખેની જુદી કાપલીઓ કાઢી લેતા અને તે પછી વિષયવાર વર્ગીકરણ કરી તેના બંડલ બાંધી રાખતા; અને ખપ પડે તેને ઉપયોગ કરતા હતા.
આ પ્રમાણે એમનાં અનેક પુસ્તકો લખાયેલાં જણાઈ આવશે; ભાષાંતર, રૂપાંતર, કે સારોદ્ધાર અને તે ઈગ્રેજી અને બંગાળી પરથી મુખ્યત્વે તૈયાર થયેલાં.
સોસાઈટીને એમણે પંદર પુરતો લખી આપ્યાં હતાં અને તેમાં વિધ વિધ વિષયે ચર્ચાયા છે. સામાન્ય “જ્ઞાન વચનથી શરૂ કરીને તે ‘દર્શનશાસ્ત્ર'ની ચર્ચા સુધી, “વિવાહ તત્ત્વથી માંડીને તે “જીવજન્તુ, અને વનસ્પતિની અજાયબીઓ'નું વર્ણન કરતું, એમના એ લેખોનું ક્ષેત્ર કરતું અને વિધવિધ પ્રકારનું રહેતું હતું. પણ તે લખાણ પુરતી કાળજી વિના, •ઉતાવળમાં તૈયાર થતું એટલે તેમાં અનેક દોષ આવી જતા. જે ભાષા પોતે શિખેલા તેનું પુરું જ્ઞાન નહિ અને ગુજરાતી પર પણ એ સારે કાબુ ન હેતે; એટલે એમની લેખનશૈલી ખડબડગ્રી અને કઢંગી લાગતી.
એ સ્થિતિ ઉભવવાનું કારણ શ્રી. સુમનસ્ લખે છે તેમ એ હતું કે તેહના પિતાની ભાષા કાંઈક કાઠિયાવાડી, માની ભાષા કાંઈક દક્ષિણી : ગુજરાતી અને પિતાની ભાષા પિતાના મરાઠી, બંગાળી અને હિન્દીના જ્ઞાનથી - સાંકર્યવાળી હોવાથી શુદ્ધ ન હોય તેમાં વિચિત્ર શું? ” .
આવી મુશિબતે છતાં લોકવાચન રૂચિને સંતોષવા એમણે આદરેલા - પ્રયાસ ખચીત અભિનંદનીય હતા. અને બંગાળી સાહિત્યને ગુજરાતી
રા. સુમનસ્ દુર–વિહી ગુજરાતી સક્ષરો, પૃ. ૪૬