Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
EL
મનઃસુખરામે પેાતાના એ મિશ્રાના જીવનચરિત્ર લખીને એકલું મિત્રઋણ ફેડયું હતું, એમ નહિ; પણ આપણા સાહિત્યમાં ચરિત્રગ્રંથાની ઉણપ છે તેમાં એથી સારા ઉમેરા થયા છે, એમ આપણે કહીશું.
જાણીતા પ્રાચીન કાવ્યગ્રંથના સંગ્રાહક, સંશોધક અને પ્રકાશક રા. ગનલાલ વિદ્યારામ રાવળે એમના શુભેચ્છક અને સુપ્રસિદ્ધ નિય સાગર પ્રેસના સ્થાપક અને માલિક જાવછ દાદાજી ચોધરીનું છત્રનીત્ર જાતમાહિતીપથી લખી આપ્યું હતું. એ પણ એક ઉપયાગી ચરિત્રગ્રંથ છે અને તેનું 'વાચન એધપ્રદ થશે.
એવા બીજા એક મહેતાજી રા. રિલાલ નરસીરામનું સંસ્કૃત સંસ્થાના અનુવાદનું કાય પ્રશંસાપાત્ર માલુમ પડશે. એમણે સાસાઇટીને સ્નુવંશ, કિરાત્તા”નીય અને શિશુપાલવધ એ શિષ્ટ સંસ્કૃત સાહિત્ય પુસ્તકાના ગુજરાતીમાં તરજુમા કરી ખાવ્યા હ્તા; અને તે પુસ્તક વિદ્રુગે પણ
વખાણ્યાં છે+
રા. સા. જમીઅતરામ શાસ્ત્રી સુરતના વતની અને ચા*સી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના હતા, ન્હાની ઉમરમાં પિતાનું મૃત્યુ થતાં એમના મેટા ભાઈ ગણપતરામની દેખરેખ અને સભાળ નીચે તે ઉછર્યાં હતા; અને અમુક સંજોગમાં તેગ્મા બી. એ.. થાય તે પહેલાં કેળવણી ખાતામાં તેમને નોકરી લેવી પડી હતી. પણ એ ખાતામાં એમણે નેકરી એટલી ખાડાશીથી અને એકનિષ્ઠાથી કરી હતી કે એક હિન્દીને તે વખતે સામાન્ય રીતે નહાતા અપાતા એવા ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરના માનવતા હોદો મેળવવા તે ભાગ્યશાળી થયા હતા. સાહિત્ય એમને ખાસ વિષય નહોતા પણ ઘણાખરા કેળવણીકારા સાક્ષર થયા છે તેમ એમણે યથાવકાશે ‘જગતના ઇતિહાસ એ વામના ઇંગ્રેજી પુસ્તકના ગુજરાતીમાં તરજુમા કર્યાં હતા, તે સોસાઇટીએ ખ઼ાવ્યા છે. “તા સોળ સંસ્કાર” એ નામનું આપણા ધર્મશાસ્ત્રના વિષયનું પુસ્તક ગારાભાઈ રામજી પાઠ્યની સહાયતા લઇને એમણે યેજ્યું હતું. હિન્દુ જીવનમાં એ સેળ સંસ્કાર આવશ્યક મનાય છે; અને તેનું વાચન ઉપયાગી માહિતી પૂરી પાડે છે. એ વિષય પરત્વે અમે વાચકને મીસીસ સ્ટીવન્સન રચિત The rites of the twice born' એ નામનું એક ખ્રિસ્તી મિશનરી બાઇનું + વધુ માહિતી મંટિમાં ગ્રંથ અને કર્મ-પૃ. ૪.