Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૭૩
ઉછેરેલી, પાળી પિલી મોટી કરેલી સંસ્થા–સોસાઈટી-ને સુપરત કર્યો; એક સરતે કે તેમની હયાતિ સુધી એ પુસ્તકોમાંથી જે કાંઈ નફે થાય તેને અડધો ભાગ તેમને મળે અને બાકીને સોસાઈટી રાખે; અને એમના અવસાન બાદ સે.સાઈટી તેને પુરો લાભ લે.
અહિં નોંધવું જોઇએ કે સોસાઈટીના સંચાલકે કવિનાં પુસ્તકોમાંથી ધન પ્રાપ્તિની આશા ન રાખતાં, કવિની કૃતિઓને સારે ઉપાડ થતો રહે . એ ઉદ્દેશથી તેની કિંમત બને તેટલી સસ્તી અને તે લગભગ પડતર રાખે છે, કે સામાન્ય મનુષ્ય પણ તે ખરીદી શકે.
“વન ચરિત્ર' આખ્યાન કવિએ વિધવા વિવાહના સમર્થનમાં રહ્યું હતું. આપણું પ્રાચીન કાવ્યમાં અંતમાં ફળશ્રુતિ દર્શાવવામાં આવે છે તે પ્રમાણે વેન ચરિત્ર પૂરું કરતાં કવિએ ગાયું હતું કે,
* કળિજુગમાં જે વેનતણી, કરશે નિંદા કે પ્રાણી પાપે તેની જીમ ભરાશે, જમડા જાશે તાણી. વિધવા ધર્મ વરણવ્યા છે, માંહિ યુતિ સંમતિ સમાન; વિધવાએ તો અવશ્ય કરીને, આ શુણવું આખ્યાન. ઓખાહરણ કુંવારી સુણો, રાસલીલા પરણેલી; વિધવાએ તે વેન તારું, આખ્યાન શુણે મન મેલી. ચગે એ ખાહરણ, શુણે, ને માથે ન ચરિત્ર માઘવટે હાયા સમ પ્રાણી, પળમાં થાય પવિત્ર.”
નારાયણ હેમચંદ્રને જન્મ સં. ૧૯૧૧ ના જેઠ સુદ પુનમના રોજ મુંબાઈમાં થયો હતો. તેઓ જ્ઞાતે ખાતરી (બ્રહ્મક્ષત્રીય) હતા. પિતાનું સુખ એમણે ન્હાનપણમાં ગુમાવેલું; અને ઉમર લાયક થાય તે પૂર્વે માતા મૃત્યુ પામ્યાં હતાં, મામાને ત્યાં તે ઉછરેલા. કેઈની પુરતી દરકાર નહિ એટલે. એમને અભ્યાસ પણ જે તે, અધકચરે થયેલો; અને પછી એક કારખાનામાં જોડાયેલા. પણ વાચનને એટલે બધે શેખ કે નોકરીમાં જે કાંઈ પગાર મળે તે તેઓ પુસ્તક અને માસિક લેવામાં ખર્ચી નાંખે અને જ્યાં ઈ. સંભા હોય ત્યાં પોતે હાજર થઈ જાય. કામમાં ચિત્ત ચોંટે નહિ તેથી એક પ્રસંગે મામાએ તેમને સહેજ ઠપ આપ્યો એટલે મામાની સંભાળ અને દેખરેખ હેઠળથી એ ભાઈએ છૂટા થઈ મનફાવતું ફરવા માંડયું. સુભાગ્યે સારા પુરુષોને સમાગમ થતાં એમના જીવન પર ઉન્નત સંસ્કાર પડ્યા;
* વન ચરિત્ર, પૃ. ૧૬૩.