Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
ભાઈ મારક ફંડના મંત્રીઓએ તે સંસ્થા સાથે સ્વર્ગસ્થનું નામ જોડવાની. સરતે સદરહુ ફંડની રકમ સ્ત્રી ઉપયોગી સંસ્થાનું મકાન બાંધવામાં આપી દેવા સંમત થયા હતા. એ સંસ્થા તે “ભોળાનાથ સારાભાઈ લિટરરી ઇન્સ્ટીટયુટ ફેર વિમેન'ના નામથી અમદાવાદમાં જાણીતી છે; એટલુંજ નહિ પણ તે સ્ત્રી જીવન અને સ્ત્રી પ્રવૃત્તિનું એક મુખ્ય અને મહત્વનું કેન્દ્ર થઈ પડ્યું છે, અને તેની જોડી ગુજરાતમાં નથી. બીજું તેમાં મગરૂરી પામવા જેવું એ છે કે એ સંસ્થાના પ્રમુખ, હમણું, સ્વર્ગસ્થના હિત્રી લેડી વિદ્યાબહેન છે.
અંતમાં સદરહુ સંસ્થા તા. ૧૫–૨–૧૮૯૬ ના રોજ મુંબઈના ગવર્નર લૈર્ડ સેન્ડહર્ટના હસ્તે ખુલ્લી મુકાઈ તે વખતે સ્વર્ગસ્થની સાથે શરૂઆતથી નિકટ સંબંધ ધરાવનાર કવિ દલપતરામે જે કવિતા ગાઈ સંભળાવેલી તે આપવી પ્રસંગચિત થઈ પડશેઃ
૧.
વનિતાએ વિદ્યા ભણે, સમજે તેને સાર; ઉપજે પ્રજા પ્રવીણતા, સુધરે આ સંસાર”
હરિગીત છંદ. સંસારની સ્થિતિ સુધરવાને. નારિ સારિ સુધારી, તે સુધારવા સ્ત્રી જાતિમાં, વિદ્યા વિશેષ વધારવી; એવાજ શુભ ઉપયોગ માટે, ધર્મનું આ ધામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. પુસ્તકતણે સંગ્રહ તથા શુભ વસ્તુને સંગ્રહ થશે, વનિતા વિવેકી વાંચશે, અજ્ઞાનતા તેથી જશે, આ દેશની ઉન્નતિ થવાનું, એહ ઉત્તમ કામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ ઠામ નિશ્ચળ નામ છે. સુખ કલ્પવૃક્ષ ઉછેરવાને, પ્રથમ આ કયારે કર્યો, શુભ સેંકહર્સ્ટ ગવર્નરે, નિજ કર વડે અંકર ધર્યો વધિ વૃક્ષ તે માટે થશે, ગુણ લક્ષને વિશ્રામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. ગુણવંતિ પુરૂં જ્ઞાન પામે, બાળકે તેવાં બને, શિશુપણથી પામે સગુણે, રહિ રજ નિજ માતા કને, ઉત્તમ અધમ તે અવની સરખે, પાકને પરિણામ છે, ભડભાઈ ભોળાનાથનું, આ કામ નિશ્ચી નામ છે.